નેવું વરસનાં અમેરીકન કાકા કાકી વચ્ચેનો સંવાદ ( બન્ને યાદ રાખવામાં મારા જેવા મહાન છે ! )
કાકા
- હું રસોડામાં જઉં છું. તારે માટે કાંઈક લેતો આવું ?
કાકી
- આઈસક્રીમનો કપ લાવજો. લખી લો , નહીં તો ભુલી જશો.
કાકા
- ના, ના, યાદ રહેશે.
કાકી
- ઉપર સ્ટ્રોબેરી મુકશો?
કાકા
- ચોક્કસ.
કાકી
- લખી લો ને. ભુલી જશો.
કાકા
- અરે, એમ તે હોય?
કાકી
- તો એમ કરો, આઈસક્રીમ ઉપર ક્રીમ પણ મુકજો. લો, હવે તો લખી જ લો, ભુલી જવાશે.
કાકા
- અરે! અમે કોણ ? સીપાઈ બચ્ચા.
અડધો કલાક પછી, કાકા બોડું માથું ખંજવાળતાં; ડીશમાં સેવ મમરા લઈને પાછા આવ્યા.
કાકી
- જો હું કહેતી હતી ને ? ભુલી જ ગયા ને? મેં જોડે બુંદી લાવવાનું નહોતું કહ્યું?
1 response so far ↓
Rajendra M.Trivedi,M.D. // July 14, 2008 at 9:42 pm
We are still safe!
Keep it that way!
http://www.bpaindia.org
http://www.yogaeast.net
Leave a Comment