હાસ્ય દરબાર

Gujarati Fun!!!

May 16, 2008 · 6 Comments

હોય મર્સિડિસ સપનામાં અને ટ્રેક્ટર મળે;
ના કદી એવી કૃપા પત્નીની બાબત પર મળે.

બસ પ્રતિક્ષ દસમો રસ્તો અને જુહુ પર ઘર મળે;
“બાય” કહી નીકળું જયા ને, રેખા રસ્તા પર મળે.

પત્ની ઈચ્છે છે મળે ઘર, ઘર મહીં પાવર મળે;
એટલે પતિદેવ પોણી જિંદગી બાહર મળે.

જ્યોતિષી કહે છે મને, એ દેશ જઈ અજમાવ ભાગ્ય;
જ્યાં ગધેડાને વગર દોડ્યે તરત ગાજર મળે.

લગ્ન ક્ષેત્રે સામટાં બે સુખ મળે ના કોઈને !
હો શ્વસુર સધ્ધર અગર, તો છોકરી અધ્ધર મળે…

 - રઈશ મણીયાર

અને છેલ્લે એક એલચી

મારી પત્ની આઈ સ્પેશીયાલીસ્ટ છે,
તેનું મને ગૌરવ છે
પણ જ્યારે જ્યારે મારી આંખમાં આંસુ હોય છે ત્યારે
તે આંસુ તેના મુલાયમ પાલવ થી લૂછતી નથી પણ
પ્રિસ્ક્રીપ્શન લખી આપે છે…..”

 - ઉદયન ઠક્કર

Categories: 1

6 responses so far ↓

  • dhavalrajgeera // May 16, 2008 at 9:19 am

    Raish and Udayan are great.
    Thanks to put in the Hasyadarbar.

    Editor

  • Jignesh Adhyaru // May 16, 2008 at 10:36 pm

    There is no problem that you copied the post from my blog, but you at least need to put the credit to the original post or a link to the original post which is at http://adhyaru.wordpress.com/2008/05/16/the-fake-dreams-of-husband/
    At least write the name of the blog owner in the end…..it looks good……..and worth

  • jayesh upadhyaya // May 17, 2008 at 9:03 am

    સરાસ સપનાં

  • pragnaju // May 17, 2008 at 12:42 pm

    વ્યંગ અને સુક્ષ્મ હાસ્યવાળાં કાવ્યો અને હસલો માટે જાણીતા મનીયારની આ રચના માણી-મઝા આવી
    તેમની આ રચના યાદ આવી
    પન્નીને પહતાય તો કે’ટો ની.
    વાહણ જો અથડાય તો કે’ટો ની.
    અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
    પછી માથે ચડી જાય તો કે’ટો ની.
    અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
    એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.
    ”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
    પછી ડોળા દેખાય તો કે’ટો ની.
    હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
    પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.
    અને
    હું તું – હતા ને સામે તો સેના ઊભી હતી
    કેવો હતો સમય અને કેવી ઘડી હતી ?
    માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો
    તારો જ રથ હતો અને આ આંગળી હતી
    અને
    ઉદયનની આ પંક્તી યાદ આવી
    અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો,
    કેમ,ખરુંને…‘હા’કે ‘ના’માં જવાબ આપો.

  • gujaratikavita // May 26, 2008 at 5:45 am

    “મારી પત્ની આઈ સ્પેશીયાલીસ્ટ છે,
    તેનું મને ગૌરવ છે
    પણ જ્યારે જ્યારે મારી આંખમાં આંસુ હોય છે ત્યારે
    તે આંસુ તેના મુલાયમ પાલવ થી લૂછતી નથી પણ”
    પ્રિસ્ક્રીપ્શન લખી આપે છે…..

    ha ha haaa…
    nice one…

  • chetna.K.bhagat // June 27, 2008 at 8:47 am

    ha..haa..ha… ! rahish sir w0w.. !

Leave a Comment