હાસ્ય દરબાર

Entries from April 2008

આજની જોક

April 21, 2008 · No Comments

નીશાળમાં બાળકોનો ગ્રુપ ફોટો પાડ્યા બાદ શીક્ષીકાએ બાળકોને પ્રેરણા આપવા કહ્યું -

  • તમે મોટાં થશો ત્યારે તમે કહેશો કે -  જો આ નયન વકીલ બની ગયો; આ નયના ચીત્રકાર બની ગઈ; આ સુબોધ વૈજ્ઞાનીક; આ મનીશ મોટો એન્જીનીયર; આ કલ્પના પ્રોફેસર…

એક તોફાની છોકરો -

  • અને આ અમારી શીક્ષીકા - સ્વધામ પહોંચી ગઈ!

——————-

The children had all been photographed, and the teacher was trying to persuade them each to buy a copy of the group picture.
‘Just think how nice it will be to look at it when you are all grown up and say, ‘There’s Jennifer, she’s a lawyer,’ or ‘That’s Michael, He’s a doctor.’
A small voice at the back of the room rang out, ‘And there’s the teacher, she’s dead.’

Categories: આજની જોક

આજની જોક

April 20, 2008 · No Comments

એક દીવસ માના માથામાં થોડા ધોળા વાળ જોઈ, દીકરીએ પુછ્યું -

  • મારા બધા વાળ કાળા છે અને તારે આ વાળ સફેદ કેમ છે?

માએ દીકરીને સુધારવા વીચારીને કહ્યું

  • તું જ્યારે ખરાબ વર્તણુંક કરે છે ત્યારે મારો એક વાળ સફેદ બની જાય છે.

દીકરીએ બહુ જ વીચારીને કહ્યું-

  • તો દાદીમાના બધા વાળ સફેદ છે, તો તારી વર્તણુંક કેટલી બધી ખરાબ?

—————————————————–

One day a little girl was sitting and watching her mother do the dishes at the kitchen sink. She suddenly noticed that her mother had several strands of white hair sticking out in contrast on her brunette head.
She looked at her mother and inquisitively asked, ‘Why are some of your hairs white, Mom?’
Her mother replied, ‘Well, every time that you do something wrong and make me cry or unhappy, one of my hairs turns white.’
The little girl thought about this revelation for a while and then said, ‘Momma, how come ALL of grandma’s hairs are white?’

Categories: આજની જોક

આજનું કાર્ટુન - મહેન્દ્ર શાહ

April 19, 2008 · 3 Comments

agamcheti.jpg

એક સમાચાર ….અમારા તોફાની ખબરપત્રી જણાવે છે કે,

‘ અમેરીકન અમદાવાદી’ શ્રી. મહેન્દ્રભાઈ શાહ હમણાં હમણાંમાં શોકસભામાં જવા માંડ્યા છે. હવે ત્યાં પણ એમનો વીચાર હાસ્યનું હુલ્લડ જમાવવાનો હોય તેમ લાગે !  માટે શોકસભાના  આયોજકોને ચેતતા રહેવા વીનંતી છે !

Categories: કાર્ટૂન

આજની જોક

April 18, 2008 · No Comments

બાળમંદીરમાં બાળકો ચીત્રો દોરી રહ્યાં હતાં.

શીક્ષીકાએ એક બાળકીનું ન સમજાય તેવું ચીત્ર જોઈને કહ્યું -

  • આ તું શું દોરે છે?

બાળકી

  • ભગવાન

શીક્ષીકા

  • પણ ભગવાનને તો કોઈએ જોયા નથી.

બાળકી

  • બે જ મીનીટમાં બધા જોઈ શકશે!

 

A Kindergarten teacher was observing her classroom of children while they were drawing. She would occasionally walk around to see each child’s work.
As she got to one little girl who was working diligently, she asked what the drawing was.
The girl replied, ‘I’m drawing God.’
The teacher paused and said, ‘But no one knows what God looks like.’
Without missing a beat, or looking up from her drawing, the girl replied, ‘They will in a minute.’

Categories: આજની જોક

કસોટીના જવાબો

April 17, 2008 · 2 Comments

  1. ફ્રીજમાં જીરાફને શી રીતે મુકશો?  
    -   ફ્રીજનું બારણું ખોલો, જીરાફને તેમાં મુકો અને ફ્રીજનું બારણું બંધ કરો. ( એ જીરાફનું રમકડું પણ હોઈ શકે!)

  2. ફ્રીજમાં હાથીને શી રીતે મુકશો?
     -  ફ્રીજમાંથી જીરાફને બહાર કાઢો અને પછી હાથીને તેમાં મુકી બારણું બંધ કરો. (આગળની ક્રીયા ભુલી જવાની ? )

  3. જંગલના રાજા સીંહે સભા બોલાવી. એક પ્રાણી ન આવ્યું. કોણ?
    - હાથી. તે તો ફ્રીજમાં પુરાયેલો છે!

  4. મગરોના તળાવમાં શી રીતે તરશો?
    - કોઈ તકલીફ વગર. મગરો તો સીંહની સભામાં ગયા છે !

     અહીં કેવળ હાસ્ય ઉત્પન્ન કરવાનો ઉદ્દેશ નથી. પણ આપણે અમુક એક રીતે જ વીચારવા ટેવાયેલા છીએ - તે દર્શાવવાનો પ્રયત્ન છે.

Categories: કસોટી

કસોટી

April 16, 2008 · 8 Comments

આજે સામાન્ય બુધ્ધીની કસોટી.

 

  1. ફ્રીજમાં જીરાફને શી રીતે મુકશો?

  2. ફ્રીજમાં હાથીને શી રીતે મુકશો?

  3. જંગલના રાજા સીંહે સભા બોલાવી. એક પ્રાણી ન આવ્યું. કોણ?

  4. મગરોના તળાવમાં શી રીતે તરશો?

યાદ આ રાખો આ કસોટીમાં હાસ્યપ્રદ જવાબો અપેક્ષીત નથી.  તર્કબધ્ધ જવાબો જોઈએ.

-   જવાબો આવતીકાલે.

Categories: કસોટી

આજની જોક

April 16, 2008 · 1 Comment

બાવીસમી સદીની કીડીએ હાથી સાથે લગ્ન કર્યાં. કીડીએ હાથીને ઘરનું બધું કામકાજ સોંપ્યું. એક દીવસ હાથી પોતું મારતો જાય અને રડતો જાય. તેની સાસુએ પુછ્યું-

અલ્યા એય રડે છે કાં?

હાથી તો ડૂસકે ચડી ગયો અને બોલ્યો -

આ હું ક્યારનો પોતાં મારું છું ને તમારી દીકરી પગલાં પાડ્યાં જ રાખે છે.

Categories: આજની જોક

આજની જોક

April 13, 2008 · 1 Comment

એકવીસમી સદીનો ભીખારી

સાબ છે રુપીયે દે દો, ચાય પીની હૈ.

શેઠ

અલ્યા! ચા તો ત્રણ રુપીયાની હોય. તું કેમ છ માગે છે ?

ભીખારી

સાબ, સાથ મેં ગર્લફ્રેન્ડ ભી હૈ !

Categories: આજની જોક

કારમાં પતી- પત્ની

April 12, 2008 · 3 Comments

મુળ અંગ્રેજી ઉપરથી ભાવાનુવાદ

( Inspiration from Fun for Amadavadi)

     પતી અને પત્ની કારમાં સાથે જઈ રહ્યાં છે. પત્ની કાર ચલાવી રહી છે.
     પત્નીથી તીવ્ર અસંતોશવાળા પતીની ઉકતીઓ અને પત્નીની દીલ ધડકાવનારી પ્રતીક્રીયા વાંચો!!!

પતી

  • મને તારાથી બહુ જ અસંતોશ છે. તું સાવ બરફ જેવી ઠંડી છે.

પત્ની      -    કશું કહ્યા વગર ગાડીની ઝડપ વધારે છે.  કારની ઝડપ દર કલાકે 70 માઈલ.

પતી

  • તેં મારા ખર્ચે ક્લબો, શોપીંગ અને હાઈ સોસાયટીમાં તાગડધીન્ના કરે રાખ્યાં છે. હવે તે વધારે ચાલવાનું નથી.

પત્ની      -  કશું કહ્યા વગર ગાડીની ઝડપ વધારે છે.  કારની ઝડપ દર કલાકે 90 માઈલ. 

પતી

  • મને તારી બહેનપણી શીલા વધારે પસંદ છે. હું તેની સાથે લગ્ન કરવાનો છું.  

પત્ની     -   કશું કહ્યા વગર ગાડીની ઝડપ વધારે છે.  કારની ઝડપ દર કલાકે 100 માઈલ.

પતી

  • મેં શહેરના સૌથી ચાલાક વકીલને રોકી લીધો છે; જેથી તને એક પાઈ પણ ન મળે.  

પત્ની      -  કશું કહ્યા વગર ગાડીની ઝડપ વધારે છે.  કારની ઝડપ દર કલાકે 120 માઈલ.

પતી

  • શું તારે તારા ગુજારા માટે કશું જોઈતું નથી?

પત્ની    ( સ્પીડનો કાંટો છેલ્લા આંકડે ચોંટી ગયેલો છે)

  • થોડીક જ સેકન્ડોમાં કાર ગબડીને ગુલાંટીયાં ખાવાની છે. મારી બાજુએ એરબેગ છે. તારી બાજુએ કશું નથી. બાય …

——————————————————————-

Fair Settlement
Dinesh Vora

The manipulative husband cajoled wife for a quiet drive in their sporty
convertible through wooded roads. The wife had chosen to drive. Then husband
broke the news, “I am divorcing you after all this sex starved life with you.”

The speed of the car increased and crossed the legal speed limit. The
husband continued, “I want to give you a piece of my mind that you are nothing but
an icy, insensitive, sexually unsupportive, romantically dull woman in my
life as my loathsome wife.”

The car started speeding as wife’s frustration was flaring. The husband
continued, “I and your fewer times divorced slut friend Sheila have an affair
behind your ass for a long time. She satisfies my whims and fantasies. I am
marrying her.”

The car was almost above 100 mph as frustrated wife’s shock was rising. The
husband continues, “You have never worked and always enjoyed high society
life of clubs, dinners, shows and dance with my money. Furthermore, I want our
house, our cars, teeming bank accounts, credit cards, all the investments and
huge cash.”

The car was now almost at takeoff speed of flying. The sly husband
continued, “I have hired the smartest lawyer in the town so that you get nothing as a
divorce settlement. You will be penniless, unless I mercy upon you.”

The speedometer needle was at the breaking point. The wife said, “It is OK
with me.” The husband was surprised, “OK? You don’t want to beg for your
survival from me?”

The wife said, “No, I don’t need it honey, I have what I need which you
don’t have!”

The amazed husband asked, “What do you have that I don’t have, silly?”

The wife replied, “The Airbag on your side. We are now crashing. Good
heaven.”

Categories: 1 · આજની જોક

આજનું કાર્ટુન - મહેન્દ્ર શાહ

April 12, 2008 · 13 Comments

ઉપર મકાન … નીચે દુકાન. હવે મેડમને શોપીંગ પણ ઘરમાં જ કરવાનું !!

Categories: 1