હાસ્ય દરબાર

કસોટીના જવાબો

April 17, 2008 · 2 Comments

  1. ફ્રીજમાં જીરાફને શી રીતે મુકશો?  
    -   ફ્રીજનું બારણું ખોલો, જીરાફને તેમાં મુકો અને ફ્રીજનું બારણું બંધ કરો. ( એ જીરાફનું રમકડું પણ હોઈ શકે!)

  2. ફ્રીજમાં હાથીને શી રીતે મુકશો?
     -  ફ્રીજમાંથી જીરાફને બહાર કાઢો અને પછી હાથીને તેમાં મુકી બારણું બંધ કરો. (આગળની ક્રીયા ભુલી જવાની ? )

  3. જંગલના રાજા સીંહે સભા બોલાવી. એક પ્રાણી ન આવ્યું. કોણ?
    - હાથી. તે તો ફ્રીજમાં પુરાયેલો છે!

  4. મગરોના તળાવમાં શી રીતે તરશો?
    - કોઈ તકલીફ વગર. મગરો તો સીંહની સભામાં ગયા છે !

     અહીં કેવળ હાસ્ય ઉત્પન્ન કરવાનો ઉદ્દેશ નથી. પણ આપણે અમુક એક રીતે જ વીચારવા ટેવાયેલા છીએ - તે દર્શાવવાનો પ્રયત્ન છે.

Categories: કસોટી

2 responses so far ↓

  • સુરેશ // April 17, 2008 at 4:55 am

    ચી. અનિમેષ અને માનનીય ડો. વીજળીવાળા સાહેબને સાચા જવાબો આપવા માટે અભીનંદન.
    જો તેમને આ અગાઉ ઈન્ટરનેટ પરથી આ જવાબો ન મળ્યા હોય તો !!
    મેં તો આ ગુજરાતી જનતાના લાભાર્થે ઈન્ટરનેટ પરથી મળેલ વાનગીનું ‘ ગુજરાતી કરણ ‘ માત્ર જ કર્યું છે.

    સાચું કહું તો આમ ગુજરાતીકરણ કરવાની પ્રેરણા મને ‘મોતીચારો’ પરથી મળી છે !!

  • અનિમેષ અતાણી // April 17, 2008 at 5:18 am

    પ્રણામ દાદા!

    ગઈ કાલે આપેલા જવાબ આજે દેખાણા, આટલા લેટ!

    આ જવાબો જાતે લખ્યા છે, સાવ સાચું (!) કહું છું અને મને તો એ પણ ખબર નથી કે આવો http://jeremy.zawodny.com/blog/archives/009023.html કોઇ બ્લોગ પણ છે આ જગતમાં… ;)

Leave a Comment