હાસ્ય દરબાર

If You do not Belive!

April 5, 2008 · 1 Comment

 

                                    10 Tips to Improve Your Speaking Voice
One of the most important components of public speaking is the sound of your voice. It influences the impact of your message, and might even make or break the success of your speech. Fortunately, for many people, good voice quality can be learned.

Instructions :

  1. Breathe from your diaphragm - Practice long and controlled exhales. When you speak, use breath to punctuate your point. For example, take a breath at the end of each phrase whether you need to or not. Use that opportunity to pause and let the listeners absorb what you say.
  2. Use pitch - Lower pitches generally are more soothing to hear. However, modulating your pitch for emphasis will keep your listeners engaged. Develop your pitch by practicing humming.
  3.  Moderate your volume - Find out if you speak too loudly or too softly. When you begin speaking, ask your audience how your volume is (each situation is different). Try to stay at the appropriate volume throughout your speech.
  4. Moderate your pace - This one is also closely related to breath. If you speak too quickly, people can’t keep up. If you speak too slowly, people will lose interest. Record your speech to determine if you need to change your pace. Get feedback from others.
  5. Articulate - Try exaggerating your lip movement to reduce mumbling. Practice articulating tongue twisters and extending and exaggerating vowel sounds. Become an expert at articulating tongue twisters as quickly and crisply as possible. Focus on the ones you find difficult.
  6. Practice your speech in advance and determine where you want to pause for a breath. For more emphasis, pause for more than one breath. Mark your breathing points in your notes.
  7. Loosen up before you begin. Look side to side. Roll your head in half-circles and roll your shoulders back. Shift your rib cage from side to side. Yawn. Stretch. Touch your toes while completely relaxing your upper body, then slowly stand up, one vertebra at a time, raising your head last. Repeat as needed.
  8. Posture - Stand up straight and tall to allow full lung capacity and airflow.
  9. Record your voice repeatedly using different ways of speaking. Determine which one is most pleasing.
  10. Practice breath control - Take a deep breath, and while you exhale, count to 10 (or recite the months or days of the week). Try gradually increasing your volume as you count, using your abdominal muscles–not your throat–for volume. Don’t let your larynx tense up.

Categories: English

રીટાયરમેન્ટનો આનંદ - હરનિશ જાની

April 5, 2008 · 8 Comments

      રીટાયરમેન્ટનો આનંદ એટલે મોડા ઊઠવાનો આનંદ. જયારે નોકરી કરતો હતો ત્યારે જીવન જીવવા માટે મારા આદર્શ મારા સસરાજી હતા. જેમણે ૮૪ વરસની ઉંમર સુધી વકીલાત કરી હતી. હું તેમની વ્યસ્ત જીંદગી જોઈને વીચારતો કે, આનું નામ તે જીવન. તે કહેતા કે “ જો રીટાયર્ડ થઈએ તો મૃત્યુ વહેલું આવે”. અને ખરેખર મને એમનું જીવન ગમતું.  અમે અમેરીકાથી દેશ જઈએ, તો પણ સવારે દાદાજી કેસ લડવા કોર્ટમાં જતા.

        મેં મારા નોકરીના કાળમાં અમારી ઓફીસમાંથી લોકોને રીટાયર્ડ થતા જોયા છે. ૩૦ વરસની નોકરી પછી રીટાયર્ડ થતી ફલોરેન્સને બોસે બીચ ઉપર આવેલી હોટલમાં ભવ્ય પાર્ટી આપી હતી. કંપનીના ૫૦ ફેમીલી પણ જોડાયાં હતાં.  રીટાયરમેન્ટની પાર્ટી, કંપનીમાં તમારી નોકરીની અગત્યતા પર આધારીત હોય છે. ફલોરેન્સ કંપનીની પહેલી એમ્પ્લોયી હતી.કોઈકને કંપની ગોલ્ડન વોચ આપે છે; કોઈકને બોનસ અને કોઈકને છેલ્લો પગાર. જેવી જેની અગત્યતા.

       મને કંપનીએ છ મહીનાનો પગાર આપ્યો હતો. મને રીટાયર્ડ  ન થવા દીધો; મને જવા દીધો. બાયપાસ સર્જરીને કારણે. એટલે કંપનીમાં નથી તો મારા માનમાં પાર્ટી થઈ કે; નથી તો કોઈએ મારા જવાથી આંસુ વહાવ્યાં;  અને નથી તો મને ઘેર જવાનો આનંદ થયો. ત્યારે મારી ઉંમર સાઠ વરસની હતી. તમે જરા વીચાર તો કરો કે, ચાલીસ વરસ સુધી રોજ સવારે છ વાગે ઉઠતા હોઈએ; એ તદ્દન બંધ થઈ જાય તો? તમારે નોકરી પર જવાનું ન હોય તો દીવસ કેવી રીતે પસાર કરવાનો ?   આમ તો આ નોકરીયાતનું દીવાસ્વપ્ન ગણાય. રીટાયરમેન્ટ એટલે જાણે કે, બાળકને મીઠાઈના રુમમાં ન બેસાડી દીધો હોય!  જાણે સદેહે સ્વર્ગમાં ન પહોંચી ગયા હોય! 

      હવે આખો દીવસ ઘેર રહેવાનું.  તેમ છતાં મારું મગજ ઠેકાણે રાખવા, મેં રોજીંદુ જીવન ચાલું રાખ્યું . દર શની-રવી રજાને દીવસે મેં મોડા ઉઠવાનું ચાલુ રાખ્યું. અઠવાડીયાના કામના દીવસે મારી રજા હોવા છતાં, ફીલ્મ જોવા તો શની-રવી જ જવાનું રાખ્યું. આખો દીવસ ખાલી હોવા છતાં લોકોને મળવાનું તો વીક એન્ડમાં જ. છતાં એક મીત્રની સલાહથી હવે મારા ફાજલ સમયનો સદઉપયોગ કરવા માટે, નજીકની હોસ્પીટલમાં વોલન્ટીયર તરીકેની સેવા આપવા જોડાયો. રોજ સવારે જવાનું અને બપોરે બાર વાગે પાછું આવવાનું. મારે બીમાર દર્દીઓને વ્હીલ ચેરમાં હેરફેર કરાવવાના હતા.

      ત્રીજે જ દીવસે મારે એક દર્દીને  તેના રૂમમાંથી ગેટ પર લઈ જવાનો હતો.તે મારાથી વધુ જાડો હતો.એને મારે ઉંચકીને વ્હીલ ચેરમાં બેસાડવાનો હતો. એને અંદર બેસાડવા જતાં વ્હીલ ચેર હટી ગઈ.એને પાડી દીધો. તે પડયો તો મારા ઉપર.તેનો પગ મચકોડાઈ ગયો. અને મારી કોણી છુંદાઈ ગઈ. અને ભોંય પર માથું પછડાયું.  સારી વાત એ હતી કે અમે બન્ને હોસ્પીટલમાં હતા. અને એની પથારી પાસે હતા. તેને પાછો પથારીમાં સુવડાવી દીધો. બાજુમાં મને પણ સુવડાવ્યો. અને મારી વોલન્ટીયર કેરીયરનો ત્યાં જ અંત આવ્યો. સારી ભાષામાં કહીએ તો મને મફત કામમાંથી પણ રીટાયર કરી દીધો. લાગે છે કે હવે પછીની નોકરીવાળો સામેથી પૈસા માંગશે.

     હવે ઓફીસની જેમ ઘરમાં ગપસપ કરનારા ન મળે. આવા સમયે ટેલીફોનના રોંગ નંબર પણ વહાલા લાગે છે. ટેલી-માર્કેટીંગવાળાઓએ તો મને બ્લેક લીસ્ટમાં મુકી દીધો છે. મારા પર લોંગ ડીસ્ટન્સ ફોન કોલ સર્વીસના કે ટેલીવીઝનની ડીશ નેટવર્ક માટેના ફોન આવતા, ત્યારે તેમને સામેથી હું સવાલો કરતો .“ કયાંથી બોલો છો? ઈન્ડીયાથી કે ફીલીપાઈન્સથી? ત્યાં શું ટાઈમ થયો? હૈદ્રાબાદનું વેધર કેવું છે? તમારું નામ શું?” એમને એમની સેલ્સની વાત કરવાનો મોકો જ ન આપું. હવે એ બધાં ફોન આવવાના બંધ થઈ ગયા છે.

        મીત્રોના ફોનની રાહ જોતો બેઠો હોઉં છું. આજકાલ મારા મીત્રોને ત્યાં ઈન્ડીયાથી ફોન આવવા માંડયા છે. જયારે કોઈ મીત્રને ફોન કરું અને વાત ચાલું કરું કે તુરત જ કહેશે , “હરનિશભાઈ, કાંઈ ખાસ કામ હોય તો બોલો. મારે ઈન્ડીયાથી ફોન છે. પછીથી ફોન કરું છું. ” પછી હું એમના ફોનની રાહ જોઉં અને એ બીચારા મને ફોન કરવાનું ભુલી જાય. જયારે કોઈ પાર્ટીનું આમંત્રણ આપે તો ખાસ કહે કે પાર્ટી સાડા સાતે છે. સાડા છ એ નહીં. શુક્રવારની પાર્ટી માટે તો ખાસ યાદ કરાવતા કે, તેઓ જાતે જ સાડા છએ નોકરી પરથી આવશે.

       મારા ડોકટરને વ્હેમ હતો કે હું એમની એપોઈન્ટમેંટ, એમની ઓફીસના મેગેઝીન વાંચવા માટે જ લઉં છું. પહેલાં ડોકટરને ત્યાં મોડો પડતો. હવે અડધો કલાક વહેલો જાઉં છું. અને તપાસ પછી કલાકેક બેસું છું. ત્યાં જાત જાતના મેગેઝીન આવે છે. આપણને તો લાયબ્રેરી જેવું લાગે.

       ઘર પાસે નાનકડો સ્ટ્રીપ મોલ છે. ત્યાં બપોરે ફરવા જાઉં તો બધી દુકાનોમાં હાય હેલો કરવા જાઉં. હવે બધાં મને ઓળખી ગયાં છે. સીવીએસ ફાર્મસીવાળી છોકરી સીવાય કોઈ સ્મીતથી આવકારતું નથી. અમેરીકામાં લોકો સામાન્ય રીતે છાસઠ વરસે રીટાયર થાય છે. ઘણાં લોકો એટલા અગત્યના હોય છે કે, તેમને ૭૦ વરસ સુધી મસ્કા મારીને રખાય છે. એટલે સાઠ વરસે નોકરી છુટયા પછી મને બીજી નોકરી મળી નથી. એટલે બેકાર છું કહેવા કરતાં “અર્લી રીટાયરમેન્ટ લઈ લીધી છે.” એમ લોકોને કહું છું.

     જેમ કુંવારા પુરુશનું વાંઢાંમાં રુપાંતર થાય છે;  તેમ બેકારમાંથી રીટાયર્ડમાં મારું રુપાંતર થયું. અને જેમ કુંવારાની ધીમે ધીમે પરણવાની ઈચ્છા મરવા લાગેછે; તેમ મારી કામ કરવાની ઈચ્છા પણ મરવા લાગી છે. હવે એમ થાય છે કે, લોકો સવારના પહોરમાં કામ પર જ કેમ જાય છે? આ રેટ રેસ શાને માટે? મોડા ઊઠવાનો આનંદ જેણે માણ્યો હોય તેણે મહાસુખ માણ્યું ગણાય.

     મને યાદ આવે છે - મારો મીત્ર રમેશ વ્યાસ. બીજે દિવસે હું જીવનની પ્રથમ નોકરી પર અતુલ પ્રોડકટસમાં જોડાવાનો હતો. મારો આનંદ માતો નહોતો. વલસાડમાં રમેશને ત્યાં રહ્યો હતો. રમેશ મારા કરતાં છ મહિના પહેલાં અતુલમાં જોડાયો હતો. રમેશ મને ઘરના ઓટલા પર લઈ ગયો.અને ખુબ જ નાટયાત્મક ઢબે મને કહ્યુ કે “હાથ ઉંચાં લે અને ઉંડો શ્વાસ લે. આમ દશ બાર વાર કર.” મેં ઉંડા શ્વાસ લેવા માંડયા. અને શ્વાસોચ્છવાસની કસરત કરવા માંડી.  મને મઝા પડવા લાગી.  પછી રમેશે મને કહ્ય્ , “ યાદ રાખજે , તારા આ શ્વાસ જીવન ભર. આ તારી આઝાદીના છેલ્લા શ્વાસ છે. કાલથી તું ગુલામ થઈ જઈશ.  જે ગુલામી જીવનભર છુટવાની નથી. કોલેજ લાઈફ કેવી હતી તે પણ યાદ નહીં રહે.”  પછીથી રમેશની મમ્મીએ મને કહ્યું કે, “ રમેશ નોકરી પર જતાં પહેલાં ચ્હા પીતી વખતે રોજ સવારે રડે છે. મારે એને પટાવીને નોકરીએ મોકલવો પડે છે.” અમે ત્યારે બાવીસ વરસના હતા; અને તાજી જ કોલેજ છોડી હતી.

      આજે પાછી એવી પરીસ્થીતી આવી છે;  ત્યારે દશા એ છે કે, ઘેર બેસવાનું ગમે છે. પહેલાં કામ પર જતાં લાગતું કે પાર્ટીમાં જઈએ છીએ. અને આજે પાર્ટીમાં જતાં કામ પર જતાં હોઈ એમ લાગે છે. તેમાં જો પત્ની પણ ઘેર હોય તો તો આવી બન્યું. એક મ્યાનમાં બે તલવાર રાખવી સહેલી છે પણ એક ટી વી સામે, એક સોફામાં પતી અને પત્નીને સમાવવા અઘરા છે. પહેલાં મારી પત્ની સવારે મને અને બાળકોને બ્રેકફાસ્ટ, લંચ તૈયાર કરીને વીદાય કરી દેતી. હવે રીટાયર્ડ થયા પછી ખબર પડી કે, તે તો અમને વીદાય કરીને સુઈ જતી હતી.  એનું પોતાનું ટાઈમ ટેબલ હતું. તેમાં હવે ભાગ પડાવનારો આવ્યો.

       ઓપરાહ વિન્ફ્રેના  ટીવી પ્રોગ્રામ વખતે તો તેણે મને રૂમની બહાર જ કાઢી મુકયો. જાણે હું બે બહેનપણીઓની વાતો ન સાંભળવાનો હોઉ? રીજીસ ફીલ્બીનો શો જોતાં જોતાં મારા તરફ તો ભુલથીય એકેવાર ન જુએ. એટલા ધ્યાનથી એને સાંભળે કે જાણે કોલેજકાળના કોઈ મીત્રની વાતો સાંભળે છે. એ  બન્ને એકલા છે.  તેમાં વચ્ચે આપણે આવી ગયા.

      બપોરે કોઈના ફોન આવે. હું ઉપાડું. સામેની વ્યક્તી પુછે કે “તમે કોણ છો?” .  તો મારે સામે પુછવું પડે,“ ભાઈ, બપોરે મારા ઘરમાં કોઈ બીજું હોય છે? આ તો ઘરનું મોર્ટગેજ ભરનારો છે.”  આવા સંજોગોમાં ઘરમાં શાંતી રાખવી ખુબ અઘરી હોય છે. મારાં પત્નીને ઘરની બધી લાઈટો ચાલુ રાખવાની ટેવ છે. કીચનમાં તડકો આવતો હોય છતાં લાઈટ ચાલુ જ હોય. હવે જો હું એકની એક વાત એને કહ્યા કરું કે, “લાઈટ બંધ કરો. લાઈટ બંધ કરો. ” તો હું ડોસામાં ગણાઈ જાઉં. ઉમ્મરથી ડોસા નથી બનાતું.  વર્તનથી બનાય છે. એટલે હવે હું કહું કે “ મારી પત્નીને સુર્યનો તડકો જોવા પણ લાઈટ કરવી પડે છે.”

     ઘણી વખતે મને થાય કે, પત્નીએ આખી જીંદગી બહુ કામ કર્યું છે. નોકરી કરવી, રાંધવાનું, વાસણ ધોવાનું બધું જ કામ એ કરતી. મને મનમાં થતું કે એ કામ કરે અને હું બેસી રહું?  એટલે હવે એ જયારે વાસણો ધુએ છે;  ત્યારે સીન્ક પાસે એની બાજુમાં ઉભો રહું છું; તો મને સારું લાગે છે. ઓફીસમાં તો આખો દીવસ નાસ્તા પાણી ચાલતા. ઓફિસનો લંચરુમ હતો. ઓફીસ તરફથી કોફીનો બંદોબસ્ત હતો. વાર તહેવારે પીઝાની  જયાફત થતી.  દર અઠવાડીયે કોઈક ને કોઈકની બર્થડે આવતી. બોસ કેક મંગાવતા. હવે ઘરમાં તો કેદીઓને અપાતા માપસર રેશનની જેમ લંચ મળે છે. પોટેટો ચીપ્સ બધી બંધ; અને શેકેલા ઘંઉના ફાડા   દુધમાં પલાળીને ખાવાના.      મને એમ કે, માણસ રીટાયર થાય તો ઘેર રહે;  એટલે વજન વધે. મારા  કેસમાં તો ઉંધું થવા માંડયું છે.

        આ બધાંથી છુટવા માટે એક જ ઉપાય છે. અને તે એ કે, બીજી નોકરી ચાલુ કરી દેવાની. સાચું પુછો, તો આજકાલ હું બીજી નોકરી શોધી રહ્યો છું. સામેથી પગાર આપવા તૈયાર છું.

Categories: હરનીશ જાની · હાસ્ય લેખ

આજનું કાર્ટુન - ‘ચમન’

April 5, 2008 · 7 Comments

brain_1_done.jpg

હું જે સાઈડનું મગજ વાપરું છું, તે સાઈડનું તમારું ક્યારેક તો વાપરી જુઓ. પછી કહેવું નહીં પડે કે,

 ” બૈરાંની બુધ્ધી પગની પાનીએ.”

——————————————–

‘ હાસ્ય દરબાર ‘ ઉપર ચીમનભાઈનું આ પહેલું કાર્ટુન પ્રગટ કરતાં અમને અત્યંત આનંદ થાય છે. હ્યુસ્ટનમાં રહેતા ચીમનભાઈ પટેલ ‘ચમન’ બહુમુખી પ્રતીભા છે.

તેમની જીવનઝાંખી વાંચવા અહીં ‘ ક્લીક’ કરો.

Categories: કાર્ટૂન · ચીમન પટેલ