-જયાં મગજ સાવ ખાલી હોય ત્યાં ખરાબ વિચારોને ઘૂસી જવા માટે બહું મોકળુ મેદાન મળી રહે છે.
-‘આગ આગ ‘ શબ્દ કાને પડે કે ઘર ખાલી થઇ જાય. ..’સેલ સેલ’ શબ્દ કાને પડે ત્યારે ઘર ભરાઇ જાય.!
-જે રમૂજો આપણે હેતુપૂર્વક કરતાં હોઇએ છીએ, તેવી રમૂજો રાજકારણીઓથી અનાયાસે થઇ જતી હોય છે.
-આ દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે. એક… જેઓ મહેનત કરે છે….અને બે….જેઓ યશ કમાય છે..!
-જીવન તો દર્પણ જેવું છે. આપણે ઘૂરકીએ તો તે સામું ઘૂરકે છે, આપણે સ્મિત કરીએ તો અભિવાદનનો સામો પડઘો પાડે છે.
-જયારે કશું ખાવાનું ન હોય ત્યારે એક વાત બને છે..: તમારું મગજ બીજી ચિંતાઓથી મુકત થઇ જાય છે.
-ખાનદાન તરીકે જન્મવું એ એક અકસ્માત છે. પણ તેવા મરવું એ એક સિધ્ધિ…!
-તમને પારકે ભાણે લાડુ મોટો દેખાતો હોય તો, એને પચાવવાની ચિંતા પણ એને જ કરવા દો..!
Thanks : આજની ખાટી મીઠી |Neelam Doshi
Categories: ખાટી મીઠી
| dhavalrajgeera on Notes from Parents- Ganda… | |
| Manish MISTRY on Jocks By Akhil Sutaria! | |
| DR DINKERRAY JOSHI on સ્વાગત | |
| DR DINKERRAY JOSHI on સ્વાગત | |
| DR DINKERRAY JOSHI on સ્વાગત |
Blog at WordPress.com. Theme: Cutline by Chris Pearson.
2 responses so far ↓
pragnaju // March 31, 2008 at 9:23 am
ખૂબ
સુંદર
વ્યંગ
રમુજ
હાસ્ય.
dhavalrajgeera // March 31, 2008 at 11:36 am
Dear Neeam,
Welcome to ‘Hasyadarbar’.
Keep us going and Stay connected.
http://www.yogaeast.net
http://www.bpaindia.org
Leave a Comment