જીવન વિમો - મર્યા પછી પૈસાદાર થવા માટે જીવનભર ગરીબ રાખનાર ગોઠવણ.
નર્સ - એક એવી વ્યક્તિ જે તમને ઊંઘની ગોળીઓ લેવા માટે ભર ઊંઘમાંથી જગાડે.
લગ્ન - એક એવો બનાવ જેમાં મુરતિયો ‘બેચલર’ની ડીગ્રી ગુમાવે છે અને કન્યા ‘માસ્ટર્સ’ની ડીગ્રી મેળવે છે.
આંસુ - પુરુષના અડગ સંકલ્પને ધોઈ નાખતું પાણી.
લેક્ચર - પ્રોફેસરની નોંધપોથીમાંથી વિદ્યાર્થીની નોંધપોથીમાં ઊતરતું જ્ઞાન જે બંનેના મગજને અસ્પૃશ્ય રહે છે!
કોન્ફરન્સ - ગૂંચવાડો ગુણ્યા હાજર સંખ્યા.
કોન્ફરન્સ રુમ - એક એવી જગ્યા જ્યાં બધા બોલે છે પણ કોઈ સાંભળતું નથી.
પપ્પા - એટીએમ - એની ટાઈમ મની.
બોસ - એક એવી વ્યક્તિ જે તમે મોડા પડ્યા હો તે દિવસે સમયસર હોય અને તમે જે દિવસે સમયસર હો તે દિવસે મોડી.
દાકતર - જે તમારી બિમારીઓ દવા વડે ભગાડે છે અને તમને ખર્ચા વડે મારી નાખે છે!
ગુજરાતી પુસ્તકો - લોકો વખાણે છે પણ વાંચતા નથી.
સ્મિત - એક એવો વળાંક જે ઘણું બધું સીધું ને સરળ બનાવે છે!
બગાસું - પરણેલા પુરુષને મોઢું ખોલવા માટેનો સમય.
અનુભવ - ભૂલોનું બીજું નામ.
અણુબોમ્બ - બધા શોધખોળોની ઘોર ખોદ શોધ.
શબ્દકોષ - એક એવી જ્ગ્યા જ્યાં ઈનામ હરીફાઈની પહેલા, પગાર હાજરીની પહેલા અને પરિણામ પરીક્ષાની પહેલા આવે છે!
વગેરે વગેરે - જેટલું જાણીએ છીએ તેના કરતાં વધારે દેખાડવા માટે વપરાતા શબ્દો.
2 responses so far ↓
dhavalrajgeera // March 28, 2008 at 5:14 am
Dear Animesh!
When You are on vacation, enjoy the way you make us busy with your blog and do visit ‘Blind people association.
They need too.
http://www.yogaeast.net
http://www.bpaindia.org
pallavi // March 29, 2008 at 3:47 am
Nice Definations
Leave a Comment