હાસ્ય દરબાર

I am AND You ARE “MAHATMA GANDHI.”

March 11, 2008 · 1 Comment

કવિતા

હું ગાંધી

તમે ગાંધી

આપણે સૌ ગાંધી

જો એવું થાય તો

આવે દેશમાં આંધી

પળેપળની ક્રાંતિ

પછી હું બદલાઉં

પછી તમે બદલાઓ

પછી આપણે સૌ બદલાઈએ
જો એવું થાય તો

આવે દેશમાં આંધી

પળેપળની ક્રાંતિ

પછી હું સુંદર

પછી તમે સુંદર

પછી આપણે સૌ સુંદર

જો એવું થાય તો

બને આપણો દેશ સુંદર

શું આવું થાય ખરું

ઈશ્વરને દરરોજ પ્રાર્થું છું

હા, આવું જ થાય

હું જોઉં તમારામાં ગાંધીને

ને તમે જુઓ મારામાં ગાંધીને

એટલે આપણે સૌ સત્યના ઉપાસક

જો એવું થાય તો

પછી કયો કાયદો તોડવા

ગાંધીએ કરવી પડે દાંડીયાત્રા

પછી હું ખુશ

પછી તમે ખુશ

પછી આપણે ખુશ

જો એવું થાય તો બને આપણો દેશ ખુશખુશ

શું આવું થાય ખરું

હા, આવું જ થશે ગાંધીના રામરાજ્યના

ચાલો, આપણે સૌ એ શુભ દિવસની પ્રતીક્ષા કરીએ…..

Categories: GUJARATI GEET

આજની જોક

March 11, 2008 · 2 Comments

NAPOLEON

  • In my Dictionary there is no word called ‘IMPOSSIBLE’….

Sardarji

  • What’s the use of saying it now, you should have checked it before buying !!

———————————————————-
 

નેપોલીયન

  • મારી ડીક્શનેરીમાં ‘અશક્ય’ જેવો શબ્દ નથી.

ફ્રેંચ સરદારજી

  • અરે, ભાઈ! પહેલાં ચેક કરીને પછી ખરીદવી હતી ને !

Categories: આજની જોક