1) ના [ ચોખ્ખા શબ્દોમાં :) ]
2) મે ક્યારેય નહ્તુ વિચાર્યું કે તમે મારા વિશે આવું વિચરો છો.
3) હું તો તમને કાયમ એક સારા મિત્ર તરીકેજ જોતી હતી અને તમે ? ….
4) સોરી હું તો પહેલાથી જ એંગેજ છું.
5) હું આવી બધી વાતોમાં નથી માનતી. તારૂ ભણવામાં ધ્યાન લગાવ.
6) હજું હું તમને બરાબર જાણતી નથી.
7) પણ તમે તો મને બેન કહીને બોલાવતા હતા ને ?
હું આ સંબન્ધ માટે હજુ પુરી રીતે તૈયાર નથી.
9) હું મારી બહેંપણી ને પુછી ને જવાબ આપીશ.. (એમા બહેનપણી ને પુછવાની શું જરૂર છે એ ખબર નથી પડતી )
10 ) આટલી વાત કહેવામાં આટલો બધો ટાઇમ લાગ્યો.
11) આ વાત બન્ને ના દિલમાં છે પછી શું કહેવાનું ?
12) સોરી ( બસ આટલુ કહી ને કશીજ વાત નહી કરે )
13) તારૂ મોઢું જોયું છે અરીસામાં કોઇ દીવસ ? ( જાણે પોતે રોજ અરીસાની સામેજ બેસી રહેતી હોય )
14) હું તો તમને મારા ભાઇ માનતી હતી.
15) અરરે .. પહેલા કીધુ હોત તો… હવે તો ઘણું મોડુ થઇ ગયું. મેં તમારા મીત્ર ને હા પાડી દિધી.
16) તમે પહેલા મળ્યા હોત તો હું વિચારતી..
17) તારી આવી હિમ્મત કેવી રીતે થઇ મારા વિશે આવું વિચારવાની ? (કદાચ આના પછી એક લાફો પણ પડી જાય :) )
18) મારે વિચારવાનો સમય જોઇએ છે.
છોકરો : કેટલો ?
છોકરી : ખબર નથી.
19) પણ હું તો તમારા નાના ભાઇ ને પ્રેમ કરૂ છું.
20) કશું પણ બોલ્યા વગર હસ્યા કરશે ( જાણે એની સામે કોઇ જોકર ઉભો હોય )
21) તુ મારા માટે શું કરી શકે ?
22) મને પ્રપોઝ કરવામાં કયો નમ્બર છે ?
23) તમારા વિશે આવું વિચાર્યુંજ નથી.
24) મારા ભાઇ સાથે વાત કરી લો એ તમને સમજાવશે.
25) (ગુસ્સામાં) કેમ મારી બહેનપણીએ ના પાડી ?
26) જે કહેવું હોય એ જલ્દી કહો. મારી પાસે ટાઇમ નથી.
27) કદાચ હું એંગેજ છું ( પોતાનું શુ છે એજ એને ખબર નથી હોતી )
28) મેં તમારા વિશે આવું કોઇ દિવસ નથી વિચાર્યું. આપણે એક સારા મિત્ર તરીકે ના રહી શકીએ ?
29) તે મારામાં એવું તો શું જોયું કે તે મને પ્રપોઝ કર્યું ? ( પછી એ જે વસ્તુ તમે જોઇ હશે એ પણ ગણાવશે અને જે નહી જોઇ હોય એ પણ બોલાવશે )
30) ના. તમે બધા છોકરાઓ એક સરખાજ હોવ છો. (ખબર નહી આ જવાબ આપી ને છોકરી શું કહેવા માંગતી હોય છે ? )
31) તને તો પ્રપોઝ કરતા પણ નથી આવડતું. પહેલી વખત કરે છે ? કંઇ વાંધો નહી હું તને શીખવાડીશ.
3 responses so far ↓
મગજના ડોક્ટર // January 30, 2008 at 9:48 am
THANKS TO BirenDM.
Dhwani joshi // February 7, 2008 at 3:31 pm
haa haaa haaa….kharekhar…khub maja padi… lol…
mehul raval // April 24, 2008 at 12:08 pm
Tama ru navuu Topic vachi ne mane anand thiyoo khub sarsh lakhe luu chee
avuu ne avu lakhata reshoo avi asha rakhu chu thik che avv jo
Leave a Comment