હાસ્ય દરબાર

ગામડામાં મહીલા વર્ગમાં વપરાતી કહેવતો

December 14, 2007 · 1 Comment

ગામડામાં મહીલા વર્ગમાં વપરાતી કહેવતો - 1

  1. સાત સુવાવડ સારી પણ એક કસુવાવડ ભુંડી.
  2. છોકરાં ધવડાવ્યે મોટાં થાય છે, રમાડ્યે નહીં.
  3. જણનારીનાં દખ જણનાર જાણે.
  4. મા કરતાંય વધારે હેત દેખાડે ઈ ડાકણ હોય.
  5. ‘જુ’ના પેટમાં લીખ જ પાકે.
  6. એક તોલડી તેર વાનાં માંગે.
  7. પરણ્યાને પાળે ને જણ્યાને જીવાડે ઈમાં શું નવાઈ?
  8. માવતર ગલઢાં થાય; માવતરનાં હેત ગલઢા નો થાય.
  9. હું પહોળી ને શેરી સાંકડી.
  10. દીકરાના પાડની દીકરી છે.
  11. ભાંગ્યો તોય આદમી; ગાડું તોય તેલ.
  12. દુધ ને દીકરા, બધુંય છે.
  13. છોડીયાં જેવાં છોકરાં , ને ધડફા જેવી ડોશી.
  14. દુધ ને દીકરા, ઢાંક્યા નો રે’.
  15. ભાભોજી ભારમાં , તો વહુ લાજમાં. ( સસરામાં શણપણ હોય તો વહુ આમન્યા રાખે.)
  16. છાશ ખાય છોકરાં, ને દુધ ખાય ડોશી.

( 18 ડીસેમ્બરે વાંચો …..   ભાગ -2 )

સંકલન –   જયંતીલાલ દવે

પરીચય

Categories: OTHER GUJARATI BLOGS

નવી કહેવતો - કાસીમ અબ્બાસ કાલાવડવાળા

December 14, 2007 · No Comments

દીવાલને પણ કાન હોય છે.|

  • દીવાલને પણ શ્રવણ સાધનો હોય છે.

Categories: નવી કહેવતો