હાસ્ય દરબાર

નવી કહેવતો

November 19, 2007 · No Comments

ન બોલવામાં નવ ગુણ.

  • ન ભણવામાં વેપારીના ગુણ.

બોલે તેનાં બોર વેચાય.

  • બોલે તેના ફોટા છપાય.

સુક્કા ભેગું લીલું પણ બળે.

  • આટા ભેગું ભુસું પણ મળે.

ટાલીયા નર કો’ક જ નીર્ધન.

  • સરકારી અફસર કો’ક જ નીર્ધન.

સોટી વાગે ચમચમ ને વીદ્યા આવે ઘમ ઘમ.

  • નોટો નાંખો છમ છમ ને વોટો આવે રમઝમ.

સગાં દીઠાં મેં શાહ આલમના, ભીખ માંગતાં શેરીએ.

  • સગાં દીઠાં મેં ઉમેદવારના, વોટ માંગતા શેરીએ.

દુખનું ઓસડ દહાડા.

  • ભુખનું ઓસડ પરાઠા.

- કાસીમ અબ્બાસ કાલાવડવાલા

Categories: નવી કહેવતો

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment