ચોરની મા કોઠીમાં મોં ઘાલી રડે.
- ચોરની મા ‘કોઠી’માં રહી એશ કરે.
ઘરડાં ગાડાં પાછાં ન વાળે.
- ઘરડાં કાર ધીમે ચલાવે.
સસ્તું ભાડું ને સીદ્ધપુરની જાતરા.
- સસ્તું ભાડું ને સીંગાપુરની જાતરા.
સાપ ગયા ને લીસોટા રહ્યા.
- નેતા ગયા ને વચનો રહ્યા.
ગુરુ વીના જ્ઞાન નહીં.
- પૈસા વીના માન નહીં.
- કાસીમ અબ્બાસ કાલાવડવાલા