હાસ્ય દરબાર

Entries from November 2007

નવી કહેવતો

November 30, 2007 · Leave a Comment

ઘી ઢોળાયું તે ખીચડીમાં.

  • નાણું લુંટાયું તે ચુંટણીમાં.

- કાસીમ અબ્બાસ કાલાવડવાળા

Categories: નવી કહેવતો

આજની જોક

November 28, 2007 · 1 Comment

પતી

ઈશ્વરે તને સુંદરતા અને બેવકુફી એક સાથે કેમ આપી દીધી?

પત્ની

સુંદરતા એટલા માટે આપી કે તમે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મુકો;  અને બેવકુફી એટલા માટે કે, હું તમારો પ્રસ્તાવ સ્વીકારી લઉં.

Categories: આજની જોક

Engineering VS Management

November 27, 2007 · Leave a Comment

Engineering VS Management



A woman in a hot air balloon realized she was lost.

She reduced altitude and spotted a man below. She descended a bit more and shouted, “Excuse me, can you help me? I promised a friend I would meet him an hour ago but I don’t know where I am.”

The man below replied, “You’re in a hot air balloon hovering approximately 30 feet above the ground. You’re between 40 and 41 degrees north latitude and between 59 and 60 degrees west longitude.”

“You must be an engineer,” said the balloonist.

“I am”, replied the man. “How did you know?”

“Well, answered the balloonist, “everything you told me is technically correct, but I’ve no idea what to make of your information, and the fact is I’m still lost. Frankly, you’ve not been much help at all. If anything you’ve delayed my trip even more.”

The man below responded, “You must be in management.”

“I am,” replied the balloonist, “but how did you know?”

“Well,” said the man, “You don’t know where you are or where you’re going. You have risen to where you are due to a large quantity of hot air. You made a promise which you’ve no idea how to keep, and you expect people beneath you to solve your problems.”

Categories: English

આજની જોક

November 27, 2007 · 1 Comment

        મનસુખલાલને પોતાની પત્ની સાથે સખત લડાઈ થઈ ગઈ. પત્નીએ ગુસ્સામાં વેલણ ફેંકીને માર્યું,  જે મનસુખના ઘુંટણ પર વાગ્યું અને હાડકું તુટી ગયું.  હોસ્પીટલમાં પ્લાસ્ટર કરાવ્યા પછી જ્યારે તેને વોર્ડમાં લઈ જવામાં આવ્યો, ત્યારે તેણે પોતાના બાજુના પલંગ પર એક દર્દીને સુતેલો જોયો, જેના બંને પગ પર પ્લાસ્ટર હતું.

મનસુખલાલે તેને પુછ્યું – શુ તમારે બે પત્નીઓ છે ?

Categories: આજની જોક

આજની જોક

November 26, 2007 · Leave a Comment

અધ્યાપક

‘ વસંત, મને મુક્કો માર’ -  આ વાક્યનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કરી આપ.

મોહન

સાહેબ, એનું અંગ્રેજી થાય : વસંતપંચમી (VASANT PUNCH ME)

Categories: આજની જોક

આજની જોક

November 25, 2007 · 1 Comment

છગન

ભાઈ, બસ સ્ટેશન જવું છે. કેટલા રુપીયા થશે ?

રીક્ષાવાળો

દશ રુપીયા.

છગન

બે રુપીયામાં આવવું છે ?

રીક્ષાવાળો

બે રુપીયામાં કોણ લઈ જાય?

મોહન

હું લઈ જઈશ. ચાલ પાછળ બેસી જા.

Categories: આજની જોક

આજની જોક

November 24, 2007 · Leave a Comment

મોહન

ડૉક્ટર સાહેબ, હું હંમેશા વીચારું છું કે હું એક કુતરો છું.

ડૉક્ટર

આવું તમને ક્યારથી લાગી રહ્યું છે ?

મોહન

જ્યારથી હું ગલુડીયું હતો ત્યારથી.

Categories: આજની જોક

આજની જોક

November 23, 2007 · Leave a Comment

પત્ની

તમારા માથાના વાળ ઝડપભેર ઉતરી રહ્યા છે. જો તમે ટાલીયા થઈ જશો, તો હું તમને છુટાછેડા આપી દઈશ.

પતી

હું પણ સાવ બેવકૂફ છું. કંઈક સારું માગવાને બદલે ભગવાન પાસે માંગતો રહ્યો કે મારા વાળને સલામત રાખજો.

Categories: આજની જોક

આજની જોક

November 22, 2007 · Leave a Comment

 બીટ્ટુ

પપ્પા, એક ગ્લાસ પાણી આપોને.

પપ્પા

અલ્યા! જાતે ઉભો થઈને લેતાં શું થાય છે?

બીટ્ટુ

પપ્પા, પ્લીઝ, આપો ને.

પપ્પા

જાતે ઉઠ નહીં  તો એક થપ્પડ મળશે.

બીટ્ટુ

થપ્પડ આપવા આવો ત્યારે પાણી લેતા આવજોને, પ્લીઝ!

Categories: આજની જોક

આજની જોક

November 21, 2007 · 1 Comment

નોકર

હું હવે  તમારા ઘરે કામ કરવા નથી માંગતો.

માલીક

કેમ ? શું થયું ?

નોકર

શેઠાણી મારી સાથે સારું વર્તન કરતાં નથી. તેમને જ્યારે પણ ગુસ્સો આવે; ત્યારે તે મને તમારી જેમ જ ખખડાવી નાંખે છે.  એમને તમારી અને મારી વચ્ચે કોઈ ફરક જ જણાતો નથી.

Categories: આજની જોક