મેનેજર
આ ટેબલ પરની ધુળ તો જો! પંદર દીવસથી તેની સફાઈ જ નથી થઈ.
ચપરાસી
સાહેબ! મારો એમાં વાંક નથી. હું તો હજી આઠ દીવસથી જ ભરતી થયો છું.
- કાસમ અબ્બાસ કાલાવડવાળા
મેનેજર
આ ટેબલ પરની ધુળ તો જો! પંદર દીવસથી તેની સફાઈ જ નથી થઈ.
ચપરાસી
સાહેબ! મારો એમાં વાંક નથી. હું તો હજી આઠ દીવસથી જ ભરતી થયો છું.
- કાસમ અબ્બાસ કાલાવડવાળા
Categories: આજની જોક
મોહન
ટી.ટી.
મોહન
Categories: આજની જોક
A little kid walks into a city bus and sits right behind the driver and starts talking loudly, “If my dad was a bull and my mom a cow I’d be a little bull.”
The driver starts getting mad at the noisy kid, who continues with, “If my dad was an elephant and my mom a girl elephant I would be a little elephant.”
The kid goes on with several animals until the bus driver gets angry and yells at the kid, “What if your dad was gay and your mom was a prostitute?!”
The kid giggles and says, “I would be a bus driver!”
Categories: English
બાઈ
અરે ભાઈ! આ દુધ તાજું તો છે ને?
દુધવાળો
અરે, બહેન! ચાર કલાક પહેલાં તો આ ઘાસ હતું ઘાસ !
- કાસમ અબ્બાસ કાલાવડવાળા
Categories: આજની જોક
કાગળીયાનો નિકાલ કરવાના મશીન શ્રેડર પાસે હાથમાં કાગળ લઈને ઉભેલા બોસ ત્યાંથી પસાર થતા યુવાન એક્ઝીક્યુટિવને કહે છેઃ ”સાંભળ, આ અત્યંત ખાનગી અને મહત્વનો કાગળ છે, મારી સેક્રેટરી આજે આવી નથી. તું મને મદદ કરી શકે?”
“ચોક્કસ” યુવાને કહ્યું અને મશીન ચાલુ કર્યું, કાગળ મશીનમાં નાખ્યો અને સ્ટાર્ટનું બટન દબાવ્યું.
“એક્સેલેન્ટ” કાગળને શ્રેડરની અંદર સરકતો જોઈને બોસ બોલ્યા “મને ફક્ત એક જ નકલ જોઈએ છે!“
મોરલ ઓફ ધ સ્ટોરીઃ “ક્યારેય પણ એવું ધારી લેવું નહીં કે બોસને બધું આવડે છે”
Categories: આજની જોક
ગોકુળમાં ગાયો તેં ખુબ ચરાવી.
રસ્તાની ગાયો હઠાવી તો જો.
ચૌદમે વર્ષે મામા કંસને તેં માર્યો.
બીન લાદેનને આંગળી અડાડી તો જો.
ચીર પુર્યાં તે દ્રૌપદીનાં.
મલ્લીકાને દુપટ્ટો પહેરાવી તો જો.
ગોકુળમાં સોળસો ગોપી તેં રાખી.
કોલેજની છોકરી એક પટાવી તો જો.
સારથી બન્યો તું કુરુક્ષેત્રે અર્જુનનો.
અહીંના રસ્તા પર ગાડી ચલાવી તો જો.
હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો.
—————————————————-
સુરતના ‘ગુજરાતમિત્ર’ની પુર્તીમાંથી.
Categories: હાસ્ય-કવીતા
સાતમું સુખ તે બંગલા મોટા.
આઠમું સુખ તે અખબારમાં ફોટા.
નવમું સુખ તે મીશનરી સ્કુલ.
દસમું સુખ તે તીજોરી ફુલ.
અગીયારમું સુખ તે ઢગલા પ્લોટ.
બારમું સુખ તે પ્લેઝર બોટ.
- કાસમ અબ્બાસ કાલાવડવાળા
Categories: નવી કહેવતો
પોલીસમેન તો તેને રે કહીએ..
પોલીસમેન તો તેને રે કહીએ જે પીડ અવરને આપે રે,
ગાંધીના ગુજરાતમાં મદીરા, પોલીસ કેરે પાપે રે..
સકલ લોકમાં સહુને દંડે, ચીન્તા ન કરે કેની રે,
મારપીટ મન નીર્દય રાખે, ધન ધન વરદી તેની રે..
કર્મ, દ્રષ્ટી ને વીવેક ત્યાગી, કટકી જેને કાજ રે,
જીહ્વા થકી એ સત્ય ન બોલે, પરધન ઝટ ઝાલે હાથ રે..
મોહમાયા ત્યાગે નહીં જેને, દ્રઢ લાલચ જેના મનમાં રે,
રામનામ શું ખપનું એને, સકલ ત્રુષા તેના તનમાં રે..
જણ લોભી ને કપટસહીત છે, કામક્રોધ એનાં અંગમાં રે,
ભણે ‘જગદીશ’ જેનું દર્શન કરતાં, ભંગ પડે મારા રંગમાં રે..
Categories: હાસ્ય-કવીતા
પહેલું સુખ તે પ્રધાન બન્યા.
બીજું સુખ તે વીદેશી કન્યા.
ત્રીજું સુખ તે મર્સીડીસ કાર.
ચોથું સુખ તે ટેલીફોન ચાર.
પાંચમું સુખ તે જમાતના ધણી.
છઠ્ઠું સુખ તે આમદાની ઘણી.
- કાસમ અબ્બાસ કાલાવડવાળા
Categories: નવી કહેવતો
વીજયરાજના ઘેર ડાકુઓએ ધાડ પાડી. જ્યારે બધો સામાન ટ્રકમાં નાંખતા હતા ત્યારે વીજયરાજે એક ટ્રંક તરફ ઈશારો કરીને કહ્યું -
ડાકુ (મજાકના સ્વરમાં)
વીજયરાજ
Categories: આજની જોક