હાસ્ય દરબાર

આઈ.એ.એસ. ઈન્ટરવ્યુ

October 31, 2007 · 3 Comments

એક જુવાન આઈ.એ.એસ.ના ઈન્ટરવ્યુ માટે ગયો. તેના સવાલ જવાબ…..

  • ભારતને સ્વરાજ્ય ક્યારે મળ્યું?
    • તે માટેના પ્રયત્નો થોડાક વર્શ પહેલાં શરુ થયા હતા અને તેનું પરીણામ 1947માં આવ્યું હતું.
  • આપણા સ્વરાજ્ય માટે કોણ જવાબદાર હતું?
    • તેને માટે તો ઘણા હતા. કોનું નામ દઉં? એકનું નામ આપું તો બીજાને અન્યાય થાય.
  • શું ભ્રશ્ટાચાર દેશનો પહેલા નંબરનો દુશ્મન છે?
    • આ બાબતમાં કાંઈક રીસર્ચ ચાલી રહી છે અને તેનો રીપોર્ટ આવે પછી જ ચોકસાઈથી જવાબ આપી શકાય.

આ જવાબો સાંભળીને ઈન્ટરવ્યુ બોર્ડને તેની સ્વતંત્ર વીચારશક્તી માટે માન થયું. તેમણે તેને આ જવાબો બીજા કોઈને નહીં કહેવાનો આદેશ આપ્યો. 
તે બહાર આવ્યો ત્યારે બધાએ તેને શા સવાલો પુછાયા તે અંગે જણાવવા કહ્યું. તેણે નમ્રતાથી બધાને ના પાડી દીધી.

પણ સાંતા જેનું નામ. તેણે આ યુવાનનો કેડો ન મુક્યો. 

સાંતા - “સવાલ નહીં તો જવાબ તો કહે.”

પેલા યુવાને બધા જવાબો કહી દીધા. જવાબો કહેવાની ક્યાં ના પાડી હતી? !

હવે સાંતાનો વારો આવ્યો. તેની અરજી બરાબર અક્ષર ન હોવાને કારણે વંચાતી ન હતી. આથી  નીચે પ્રમાણે સવાલ જવાબ થયા -

  • તમારી જન્મ તારીખ કઈ છે?
    • તે માટે પ્રયત્નો અમુક વર્શ પહેલાં થયા હતા અને છેવટનું પરીણામ 1947માં આવ્યું હતું.;
  • તમારા પીતાનું નામ શું ?
    • તેને માટે તો ઘણા હતા. કોનું નામ દઉં? એકનું નામ આપું તો બીજાને અન્યાય થાય.
  • અરે તમે પાગલ તો નથી ને?
    • આ બાબતમાં કાંઈક રીસર્ચ ચાલી રહી છે; અને તેનો રીપોર્ટ આવે પછી જ ચોકસાઈથી જવાબ આપી શકાય.

Categories: આજની જોક

3 responses so far ↓

Leave a Comment