આજની જોક: મેનેજમેન્ટ સ્ટોરી
કાગળીયાનો નિકાલ કરવાના મશીન શ્રેડર પાસે હાથમાં કાગળ લઈને ઉભેલા બોસ ત્યાંથી પસાર થતા યુવાન એક્ઝીક્યુટિવને કહે છેઃ ”સાંભળ, આ અત્યંત ખાનગી અને મહત્વનો કાગળ છે, મારી સેક્રેટરી આજે આવી નથી. તું મને મદદ કરી શકે?”
“ચોક્કસ” યુવાને કહ્યું અને મશીન ચાલુ કર્યું, કાગળ મશીનમાં નાખ્યો અને સ્ટાર્ટનું બટન દબાવ્યું.
“એક્સેલેન્ટ” કાગળને શ્રેડરની અંદર સરકતો જોઈને બોસ બોલ્યા “મને ફક્ત એક જ નકલ જોઈએ છે!“
મોરલ ઓફ ધ સ્ટોરીઃ “ક્યારેય પણ એવું ધારી લેવું નહીં કે બોસને બધું આવડે છે”