હાસ્ય દરબાર

નવી કહેવતો

October 18, 2007 · 1 Comment

બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી.

  • બાર કીલોનો વીદ્યાર્થી ને તેર કીલોની બુક્સ.

હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો.

  • ઈસ્માઈલ દુબઈ જઈ આવ્યો ને ટીવી વીસીઆર લઈ આવ્યો.

પહેલો સગો તે પાડોશી.

  • પહેલા લડે તે પાડોશી.

હાથ કંગણને આરસીની શી જરુર?

  • હાથસફાઈને સાધનની શી જરુર?

વા વાયાથી નળીયું ખસ્યું.

  • વા વાયાથી એન્ટીના પડ્યું.

- કાસમ અબ્બાસ કાલાવડવાળા

Categories: નવી કહેવતો