હાસ્ય દરબાર

નવી કહેવતો – કાસમ અબ્બાસ કાલાવડવાળા

October 14, 2007 · 2 Comments

બાપ તેવા બેટા, વડ તેવા ટેટા.

  • પાર્ટી તેવા નેતા, ને વક્તા તેવા શ્રોતા.

ઉલ્ટો ચોર કોટવાળને દંડે.

  • ઉલ્ટો વીદ્યાર્થી પરીક્ષકને દંડે.

કરવા ગયા હતા કંસાર અને થઈ ગઈ થુલી.

  • લડવા ગયા હતા ચુંટણી અને થઈ ગઈ ચટણી.

હાર્યો જુગારી બમણું રમે.

  • હાર્યો ઉમેદવાર બમણું ખર્ચે.

ખેડે તેની જમીન.  

  • કબજો તેનો પ્લોટ.

Categories: નવી કહેવતો