- જ્યારે કોઈ પુરુષ પોતાની પત્ની માટે ગાડીનો દરવાજો ખોલે, ત્યારે સમજવાનું કે ગાડી નવી છે, કાં તો પત્ની નવી છે.
- પ્રેમના ગણીતમાં એક વત્તા એક એટલે સર્વ, અને બે ઓછા એક એટલે શુન્ય.
- સફળતા રીલેટીવ છે, જ્યારે તમને મળે છે ત્યારે તમારાં ઘણાં બધાં રીલેટીવો પેદા થાય છે.
- જો તમે કોઈને પ્રેમ કરતા હો તો બીજા કશાની જરૂર નથી, પરંતુ જો તમે પ્રેમ ના કરતા હો તો, બીજું જે પણ તમારી પાસે હોય એનો કોઈ મતલબ નથી.
- હું ઓફીસમાં દરરોજ મોડો આવું છું, પણ એને સરભર કરવા માટે દરરોજ વહેલો નીકળી જાઉં છું.
- જુની મુલ્યવાન ચીજો એટલે – જેમનો કેટલાય વખતથી સહેજેય વપરાશ નથી એવી ચીજો.
- એ માણસ ભલે મુરખની જેમ બોલતો હોય કે, મુરખની જેમ વર્તતો હોય. તમે એનાથી મુરખ ન બનતાં, એ ખરેખર મુરખ જ છે !
- ઉમ્મર તમને પ્રેમ કરતાં રોકતી નથી; પણ પ્રેમ તમને ઉમ્મરલાયક થતાં રોકે છે.
- ભુતકાળમાં જે આંસુ મેં પાડ્યા હતાં તે અત્યારે યાદ કરું છું; ત્યારે હસવું આવે છે. પરંતુ મને એ નહોતી ખબર કે ભુતકાળમાં આપણે જે હસ્યાં હતાં એ અત્યારે યાદ કરવાથી પણ આંસુ આવે છે.
- પ્રેમનું પાત્ર શોધો નહિ, બનો.
થોડા ચુટકીલા વીચારો – નિકુલ પટેલ
September 30, 2007 · 3 પ્રતિભાવો
Categories: આજની જોક
3 responses so far ↓
Rajendra Trivedi, M.D. // September 30, 2007 at 8:55 am
VERY GOOD GUJARARI TRANSLATION!
THANKS .
MANY GUJARATI SURFERS WILL READ THE TRUTH!!!
અખિલ સુતરીઆ // October 1, 2007 at 11:30 pm
મઝા પડી … જીવનમાં હાસ્યથી આવતા ટ્વીસ્ટ પણ તંદૂરસ્તી સાથે સંબંધીત છે.
rajeshwari shukla // એપ્રિલ 10, 2008 at 11:48 pm
maza…maza padi gai