- જ્યારે કોઈ પુરુષ પોતાની પત્ની માટે ગાડીનો દરવાજો ખોલે; ત્યારે સમજવાનું કે ગાડી નવી છે, કાં તો પત્ની નવી છે.
- પ્રેમના ગણીતમાં એક વત્તા એક એટલે સર્વ અને બે ઓછા એક એટલે શુન્ય.
- સફળતા રીલેટીવ છે, જ્યારે તમને મળે છે ત્યારે તમારાં ઘણા બધા રીલેટીવો પેદા થાય છે.
- જો તમે કોઈને પ્રેમ કરતા હો તો બીજા કશાની જરુર નથી; પરંતુ જો તમે પ્રેમ ના કરતા હો તો, બીજું જે પણ તમારી પાસે હોય એનો કોઈ મતલબ નથી.
- હું ઓફીસમાં દરરોજ મોડો આવું છું; પણ એને સરભર કરવા માટે દરરોજ વહેલો નીકળી જાઉં છું.
- જુની મુલ્યવાન ચીજો એટલે, જેમનો કેટલાય વખતથી સહેજેય વપરાશ નથી એવી ચીજો.
- એ માણસ ભલે મુરખની જેમ બોલતો હોય કે મુરખની જેમ વર્તતો હોય; તમે એનાથી મુરખ ન બનતાં, એ ખરેખર મુરખ જ છે !
- ઉમ્મર તમને પ્રેમ કરતાં રોકતી નથી; પણ પ્રેમ તમને ઉમ્મરલાયક થતાં રોકે છે.
- ભુતકાળમાં જે આંસુ મેં પાડ્યાં હતાં, તે અત્યારે યાદ કરું છું ત્યારે હસવું આવે છે. પણ મને એ ખબર નહોતી કે ભુતકાળમાં આપણે જે માટે હસ્યાં હતાં, એ અત્યારે યાદ કરવાથી આંસુ આવે છે.
- પ્રેમનું પાત્ર શોધો નહીં, બનો
મુળ વડોદરાના, અને હાલ ચેન્નાઈ નોકરી માટે રહેતા શ્રી. નીકુલ પટેલે ઉપરના માણવા લાયક, મર્માળા વીચારો મોકલી આપ્યા છે. તેમનો ખુબ ખુબ આભાર.