છગનકાકા એકલા જ ઘરમાં છે. રમાકાકી પીયરમાં મદદ કરવા સવારથી ગયાં છે; અને છેક સાંજે પાછાં આવવાનાં છે. દીકરો નયન, તેની વહુ નયના અને બે બાળકો મીત્રોની સાથે પીકનીકમાં ગયાં છે.
શેરીમાં કેળાવાળાની બુમ પડે છે. કાકા તેને બોલાવી એક ડઝન કેળાં ખરીદે છે. હવે વાંચજો તેમના વીચારો અને વર્તન ………..
————————————————————
” ચાલ, મારા ભાગનાં બે કેળાં તો ખાઈ લઉં.”
અડધા કલાક પછી
” અરે, નયનનો બાબલો તો હજુ આઠ જ મહીનાનો છે. તેને ક્યાં કેળાં આપવાનાં જ છે?”
બીજા બે કેળાં કાકાના પેટમાં !
વળી બીજા અડધા કલાક પછી.
” નયનની બેબીને તો ક્યાં કેળાં ભાવે જ છે? “
બીજા બે કેળાં કાકાના પેટમાં !
વળી બીજા અડધા કલાક પછી.
“રમાને તો પીયરમાં તેની ભાભી આગ્રહથી જમાડીને જ મોક્લશે ને? તે ક્યાં આવીને કશું ખાવાની?”
વળી બીજા બે કેળાં કાકાના પેટમાં !
વળી બીજા અડધા કલાક પછી.
” હવે નયન, નયના અને હું ત્રણ જ રહ્યાં ! અને કેળાં છે ચાર. આમાં ભાગ પાડવાની તકલીફ પડે. ચાલ બે કેળાં હું જ ખાઈ લઉં. બાકીનાં એ બે જણ માટે. “
બીજા બે કેળાં ય કાકાના પેટમાં!
વળી બીજા અડધા કલાક પછી.
“હવે આ બે કેળાં બધાંને બતાવીશ તો બધાં મારી મજાક ઉડાવશે કે, ‘આટલાં જ કેળાં લીધાં?’ એના કરતાં કોઈને કહેવું જ નથી કે કેળાં ખરીદ્યાં હતાં.”
અને છેલ્લા બે કેળાં પણ કાકાના પેટમાં !
—————————————————-
આમ છગનકાકાએ બધાં માટે કેળાં ખરીદ્યાં !!!
( હીન્દીના પ્રસીદ્ધ લેખક મુન્શી પ્રેમચંદજીની વાર્તા પર આધારીત. )
8 responses so far ↓
jjkishor // August 27, 2007 at 5:22 am
દલા તરવાડીનોય મોટોભાઈ થાય એવો છે આ છગનકાકો !!
તમે એને કેળાં ખાતાં જોઈ ગયા !!
Jignesh Adhyaru // August 27, 2007 at 6:58 am
સરસ…….કેળાં
jjkishor // August 27, 2007 at 8:21 am
‘બધા’ માં નરનારી સૌ આવે છે તેથી બધાં ઉપરાંત કેળાં અને ખરીદ્યાં ત્રણેય પર અનુસ્વાર આવશે.
Chiman Patel "CHAMAN" // August 27, 2007 at 2:43 pm
કેળાની વાતતો સામાન્ય પણ માનવીના અસ્થિર મનની વાત અસામાન્ય છે એ સમજ લેવાની છે.
Gaurang Dave // August 28, 2007 at 10:46 am
I hope that ‘Kaka’ threw away the peels of bananas before the family members arrived.
Harnish Jani // August 28, 2007 at 1:50 pm
Sureshbhai–Change this “Kela(Banana) to Penda(Sweet) and change this kaka to young boy of 12—and you will have nice funny story-
jjkishor // August 28, 2007 at 10:51 pm
ફાઈન, હરનીશભાઈ ! તમને જ આવું સુઝે હૉ !
jagruti valani // August 31, 2007 at 5:37 am
મજા આવી…. ખરીદ્યા પણ કહેવાય ને ખાવાની પણ મજા..
Leave a Comment