હાસ્ય દરબાર

અમેરીકન સોપ બોક્ષ.

August 3, 2007 · No Comments

         અમેરીકાની એક કમ્પની પાસે પ્રશ્ન આવ્યો. એક ગ્રાહકને સાબુની પેટી (સોપ બોક્ષ) ખાલી મળી હતી.  ફરી આવું ન થાય તે માટે એક ખાસ અભ્યાસ ટીમ નીમવામાં આવી. તેમણે અનેક સુચનો મંગાવ્યા, અભ્યાસો કર્યા, નવી રીસર્ચ કરી. લાખો ડોલર ખર્ચાઇ ગયા, પણ ભુલ ન જ થાય તેવી કોઇ પધ્ધતી મળી નહીં. કમ્પનીમાં સફળ થાય તેવા સુચન માટે 10,000 ડોલરનું ઇનામ જાહેર કરવામાં આવ્યું.

        કારખાનાના એક મજુરે જોયું કે ખાલી  બોક્ષ પવનના ઝપાટાથી ઉડી જતું હતું. તેણે એસેમ્બ્લી લાઇન પર એક શક્તીશાળી પંખો ગોઠવ્યો. ખાલી બોક્ષ તરત જ ઉડીને નીચે પડી ગયું.

       તે મજુર ઇનામ મેળવી ગયો.

Categories: અમેરીકન

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment