પોપ વેટીકનથી રોમના એરપોર્ટ પર જઇ રહ્યા હતા. પોપનો સામાન લીમોમાં ભરાઇ ગયો હતો. ડ્રાઇવરે પોપને માનપુર્વક બેસી જવા કહ્યું.
પોપ
આજે તો હું જ ગાડી ચલાવીશ. ઘણા વખતે આજે મને મન થયું છે. તું અંદર બેસી જા.
ડ્રાઇવર બહુ સંકોચ સાથે અંદર બેઠો. પોપે દીલ દઇને ગાડી દબાવી. જર્મન સ્વભાવ તો ખરો જ ને! 60-70 -80-90-100-110-120 …. ડ્રાઇવર રાડો પાડતો જ રહ્યો. પણ પોપ સાંભળે? પાછળ સાયરન અને ફ્લેશીંગ લાઇટો શરુ થઇ ગઇ! હવે પોલીસ અને શેરીફ વચ્ચેનો સંવાદ સાંભળો -
પોલીસ
સર! આગળની ગાડી 150 કી.મી. ની ઝડપે જઇ રહી છે. પણ મારાથી રોકી શકાય તેમ નથી. તેમાં કોઇ વી.આઇ.પી. બેઠા છે.
શેરીફ
એવા કોણ વી.આઇ.પી. છે? મેયર?
પોલીસ
ના , એનાથી ય મોટા.
શેરીફ
ઇટાલીના પ્રેસીડેન્ટ?
પોલીસ
ના , એનાથી ય મોટા.
શેરીફ
પોપ ?
પોલીસ
ના , એનાથી ય મોટા.
શેરીફ
અલ્યા એવું મોટું તે કોણ છે?
પોલીસ
અરે! ગોડ પોતે છે. પોપ એમની ગાડી ચલાવી રહ્યા છે !!!!
5 responses so far ↓
uttam Gajjar // July 25, 2007 at 11:51 am
વાહ ભઈ ! આ તો અદ્ ભુત..!
હજી હાલ જ ભાઈ પ્રદીપ દવેએ આ જોક અંગ્રેજીમાં મોકલી.. એટલી વારમાં તો તેનું મઝાનું ગુજરાતી રુપાંતર મળીય ગયું !!!
ધન્ય છે તમારી ભાષાભક્તી અને વાચકોને રસપ્રદ સામગ્રી સતત પીરસતા રહેવાની તમન્ના ને..ઉત્તમ..મધુ.. સુરત..
મગજના ડોક્ટર // July 25, 2007 at 12:16 pm
KEEP READING AND SURFING….
HASYADARBAR IS FOR ALL.
B I R E N // July 25, 2007 at 1:45 pm
very funny
Chirag Patel // July 25, 2007 at 2:45 pm
આવો જ એક પોપ પર:
એક ભારતીય સાધુ પોપને ઈટાલીમાં ગયા ત્યારે મળવા ગયા. પોપે તો ઠાઠમાઠ, વૈભવ વગેરેનું પ્રદર્શન કર્યું. પછે એક ફોન બતાવ્યો અને કહ્યું, આના પર ભગવાન સાથે વાત થાય છે. જો તમારે કરવી હોય તો 200ડોલર થશે! સાધુએ પુછ્યું, આટલા બધા? મારી પાસે તો નથી. પોપ કહે, લોંગ ડીસ્ટંસ છે અને ફોન મેળવતા વાર લાગે છે. સાધુ કહે, ઠીક.
પોપ ભારત ફરવા આવ્યાં ત્યારે એમણે પેલા સાધુને મળવાનું નકી કર્યું. સાધુતો સાવ નાની સાદી ઝુંપડીમાં રહેતા હતા. પોપને થયું, અરે આ તો સાવ ગરીબ છે. પછી એમણે સાધુને પુછ્યું, તમારી પાસે ભગવાન સાથે વાત કરવાનો ફોન છે? સાધુ કહે, અરે છે ને. માત્ર 1રુપીયામાં વાત થઈ જશે. પોપ કહે, આશ્ચર્ય! એમ કેમ? સાધુ કહે, અમારે ત્યાં એ લોકલ કૉલ છે!
Kartik Mistry // July 26, 2007 at 4:42 am
Good one.
જર્મન સ્વભાવ.