શંકા–સમાધાન
પણ આ ‘ઇ‘ની જગ્યાએ ‘ઈ’ અને ’ઊ’ની જગ્યાએ ‘ઉ’ એમ અદલબદલ કરવાથી અર્થનો અનર્થ ન થાય? ન જ થાય, લ્યો, વાંચો…
૧. મારા પીતા બીડી પીતા નથી.
૨. મારા પતી કામ પતી ગયા પછી તરત ઘરે આવશે.
૩. મારી પુત્રવધુ તમારી પુત્રવધુ કરતાં વધુ ભણેલી છે.
૪. રવીવારના દીને મંદીર બહાર મેં ઘણાં દીનદુખીયાં જોયાં.
૫. રામ હરણનો શીકાર કરવા ગયા તે દરમીયાન રાવણ સીતાનું હરણ કરી ગયો.
૬. તમારો કર, મારા કરમાં મુકતાં પહેલાં કહો કે, તમે આ વરસનો કર ભર્યો છે?
૭. પાણી આપવા અવેલી કન્યાને જોઈ નવયુવક પાણીપાણી થઈ ગયો અને એણે તે કન્યાનું પાણીગ્રહણ કરવાનો નીર્ણય લીધો.
જોડણીમાં, ‘ઈ–ઉ’ના હ્રસ્વત્વ–દીર્ઘત્વના ભેદો નાબુદ કરવાથી, જોડણી બાબતે પ્રવર્તતી અરાજકતા દુર થશે જ. સાથે ‘સાર્થ જોડણીકોશ’માં સમાવાયેલા ૬૮,૪૬૭ શબ્દોમાંથી ૨૬,૬૮૪ શબ્દોની જોડણી, આ એક જ ફેરફારથી ‘ભુલ’ રહીત બની શકે છે……..