વીજયને અનીદ્રાની તકલીફ હતી. રોજ ઓફીસે મોડો પહોંચે. બોસે કંટાળીને કહ્યું : ” જો, વીજય! આનો તું કોઇ ઇલાજ નહીં કરે તો મારે તને નછુટકે કાઢી મુકવો પડશે.
વીજય ડોકટર પાસેથી દવા લઇ આવ્યો અને ઉંઘી ગયો. એલાર્મ વાગવાની થોડીક જ વાર પહેલાં તે ઉઠ્યો અને તૈયાર થઇ સમય કરતાં વહેલો ઓફીસે પહોંચી ગયો. તે ખુશ થતો બેઠો હતો ત્યાં બોસ આવ્યા.
સલામ મારી વીજયે કહ્યું : જુઓ બોસ! કેવો સમય પહેલાં આવી ગયો?”
બોસ : ” પણ કાલે કેમ તું આવ્યો ન હોતો? !!!”