નવો તાલીમાર્થી ટપુ ડોક્ટરને ત્યાં જોડાયો હતો. ડોક્ટરને ક્યાંક બહાર જવાનું હતું એટલે તેણે કહ્યું કે જરા દરદીઓને સભાળી લેજે.
ડોક્ટર પાછા આવ્યા ત્યારે એક દરદી મોં બગાડતો એક બાજુએ ઉભો હતો. ડોક્ટરે ટપુને પુછ્યું ; ” કેમ આને શું તકલીફ છે? “
ટપુ : ” તેને ઉધરસ થઇ છે.”
ડોક્ટર : ” પછી તેં એને શી દવા આપી?”
ટપુ : “મેં એને જુલાબની પાંચ ગોળી આપી દીધી છે.”
ડોક્ટર : ” અલ્યા! ઉધરસ પર જુલાબની ગોળી અપાય ? “
ટપુ : ” જુઓને હવે તે ઉધરસ ખાતાં કેવો ગભરાય છે? ! “