હાસ્ય દરબાર

Entries from July 2007

એક સંવાદ

July 31, 2007 · 1 Comment

કીડી, ગાય , હાથી અને ગધેડા વચ્ચે સંવાદ થયો કે કોણ વધારે મહાન…

કીડી

હું દીવસરાત કામ કરું છું અને મારાથી 52 ગણું વધારે વજન ઉપાડી શકું છું. માટે હું મહાન.

ગાય

હું દરરોજ 20 લીટર દુધ આપું છું , માટે હું મહાન.

હાથી

હું જમીન પરનું સૌથી મોટું પ્રાણી છું માટે હું મહાન

-

-

-

-

-

-

કેમ રોકાઇ ગયા , હવે તમારો વારો છે!!!!

Categories: આજની જોક

આજની જોક

July 30, 2007 · Leave a Comment

ન્યાયાધીશ

ચોરી માટે તને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા ફરમાવવામાં આવે છે.

ચોર

માય લોર્ડ ! ચોરી તો મારા ડાબા હાથે કરી છે, તો આખા શરીરને સજા શા માટે ?

ન્યાયાધીશ

સારું, તો તારા ડાબા હાથને સજા થશે, મુકતો જા.

ચોરે પોતાનો લાકડાનો ડાબો હાથ કાઢી આપ્યો અને ચાલતી પકડી.

Categories: આજની જોક

આજની જોક

July 29, 2007 · Leave a Comment

એક દારુડીયાને  પોલીસે અટકાવ્યો અને પુછ્યું -

ક્યાં જાય છે ?

દારુડીયો

દારુના ગેરફાયદા વીશે લેકચર સાંભળવા.

પોલીસ

અત્યારે ? રાત્રે ?

દારુડીયો

હા. ઘરે જાઉં છું.

Categories: આજની જોક

આજનું કાર્ટુન – મહેન્દ્ર શાહ

July 28, 2007 · Leave a Comment

cheeni_kum1.jpg

Categories: કાર્ટૂન

આજની જોક

July 28, 2007 · Leave a Comment

પોતાના નવા શીષ્યને બોક્સીંગના પાઠ શીખવાડીને માસ્ટરે કહ્યું -

તારો કોર્સ પુરો થયો.

શીષ્ય

હા! સાહેબ.

માસ્ટર

બોલ તારે બીજું કંઈ જાણવું છે ?

શીષ્ય

સર, આ કોર્સનો બીજો ભાગ પત્રવ્યવહારથી શીખી શકાય ?

Categories: આજની જોક

અમેરીકન જોક

July 27, 2007 · 4 Comments

અમેરીકાની એક ઓફીસમાં એક વાતચીત

અમેરીકન બોસ

કેમ દોસ્ત! ઉદાસ છે? 

ભારતીય

શું કરું બોસ! મારા ઘેરથી બધા મને ગામડાની ગમાર જેવી છોકરી સાથે લગન કરવા મજબુર કરે છે. મેં કહ્યું કે જેની સાથે મને પ્રેમ ન થાય તેવી છોકરી સાથે હું શી રીતે પરણું? અને મારી પર એ લોકોએ પસ્તાળ પાડી દીધી છે. મારા બધા સંબંધો બગડી ગયા છે.

અમેરીકન બોસ

અલ્યા મારો પ્રોબ્લેમ તો સાવ જુદો જ છે. મેં ત્રણ વરસના ડેટીંગ પછી, એક વીધવા જોડે લગન કર્યા. તરત જ મારા બાપા મારી સાવકી દીકરીના પ્રેમમાં પડી ગયા. એટલે મારા બાપા બન્યા મારા જમાઇ ! અને હું મારા બાપનો સસરો ! હવે આમ મારી સાવકી દીકરી મારી અપરમા થઇ કે નહીં? -  તું જ કહે.
હવે મારે ઘેર દીકરો આવ્યો છે. એ મારા બાપાનો ભાઇ થયો. એટલે મારો કાકો !
વળી કરમની કઠણાઇ તો જો – મારા બાપા ય નવા લગ્નથી ફરી બાપ બન્યા. એટલે મારો એ નવો ભાઇ મારો પૌત્ર ય ખરો જ ને? અને હું મારો પોતાનો દાદો. 
બોલ હવે મારો પ્રોબ્લેમ મોટો કે તારો? !!!!

——————————————-

         અમેરીકન સમાજમાં આટલું બધું કદાચ બનતું ન હોય, પણ મેં મારી નજર સામે જોયેલી એક વાત કહું.

         મારા દોહીત્રના મીત્રની બર્થ-ડે પાર્ટીમાં હું ગયો હતો.  એક ભાઇ જોડે વાતો કરી તો ખબર પડી કે તે પેલા છોકરાનો સાચો બાપ હતો. લગ્ન વીચ્છેદ પછી એ તેના છોકરાની પાર્ટીમાં આવ્યો હતો. આમ તે છોકરાના બન્ને બાપ ત્યાં હાજર હતા. આપણને આ બહુ આઘાતજનક લાગે, પણ અહીંના સમાજમાં આ સાવ સ્વાભાવીક ગણાય છે. બે વ્યક્તીને ન બને અને છુટા પડે, પણ આમ પાછા મળે ય ખરા અને હાય, હલ્લો પણ કરે.

Categories: અમેરીકન

DRINKING AND DREAMING IN BED!

July 27, 2007 · Leave a Comment

Ralph came home drunk one night, slid into bed beside his sleeping  wife, and
fell into a deep slumber.

He awoke before the Pearly Gates, where St. Peter said, “You died in your sleep,     Ralph.”
Ralph was stunned. “I’m dead?
No, I can’t be! I’ve got too much to live for. Send me back!”

St. Peter said, “I’m sorry, but there’s only one way you can go back, and that is as a
chicken.”
Ralph was devastated, but begged St. Peter to send him to a farm near his home.

The next thing he knew, he was covered with feathers, clucking,
and pecking the ground.

A rooster strolled past “So, you’re the new hen, huh?
How’s your first day here?”  ”Not bad,” replied Ralph the hen, “but I have this strange
feeling inside. Like I’m gonna explode!”

“You’re ovulating,” explained the rooster. “Don’t tell me you’ve never laid an egg before?”

“Never,” said Ralph. “Well, just relax and let it happen,”says the rooster. “It’s no big deal.”

Ralph did, and a few uncomfortable seconds later, out popped an egg!
Ralph was overcome with emotion as he experienced motherhood. He  soon laid another egg — his joy was overwhelming. As he was about to lay his third egg.

 He felt a smack on the back of his head, and heard his wife shout…..”Dammit, Ralph! Wake up. You’re shittin’ the bed!”

Categories: English

God Desires Unlimitedly…

July 26, 2007 · 1 Comment

God Desires Unlimitedly…

Since everything originates in God, and since desire is the one of the factors of existence, we can understand that desire must exist within God.  And since He is the Supreme and surpasses all others we can understand that His ability to desire is unlimited. He desires unlimitedly.

We can hear directly in the Bhagavad-gita from Krishna Himself where He describes clearly so many desires that He has for us to engage in His service.  Of course, it is not that He needs our service.  He desires for us to serve Him so that we become benefitted.  Here is an example:

man-mana bhava mad-bhakto
mad-yaji mam namaskuru
mam evaisyasi yuktvaivam
atmanam mat-parayanah

“Engage your mind always in thinking of Me, become My devotee, offer obeisances to Me and worship Me. Being completely absorbed in Me, surely you will come to Me.”
–Bg 9.34

Categories: ધાર્મિક

આજની જોક

July 26, 2007 · Leave a Comment

પત્ની

તમારી સાથે જીવવા કરતાં તો મોત આવે તો સારું !

પતી

મનેય એવું જ થાય છે કે, આનાં કરતાં તો મરી જાઉં તો સારું.

પત્ની

તો તો મારે મરવું નથી.

Categories: આજની જોક

પોપની જોક

July 25, 2007 · 5 Comments

      પોપ વેટીકનથી રોમના એરપોર્ટ પર જઇ રહ્યા હતા. પોપનો સામાન લીમોમાં ભરાઇ ગયો હતો. ડ્રાઇવરે પોપને માનપુર્વક બેસી જવા કહ્યું.

પોપ

આજે તો હું જ ગાડી ચલાવીશ. ઘણા વખતે આજે મને મન થયું છે. તું અંદર બેસી જા.

        ડ્રાઇવર બહુ સંકોચ સાથે અંદર બેઠો.  પોપે દીલ દઇને ગાડી દબાવી. જર્મન સ્વભાવ તો ખરો જ ને! 60-70 -80-90-100-110-120 …. ડ્રાઇવર રાડો પાડતો જ રહ્યો. પણ પોપ સાંભળે? પાછળ સાયરન અને ફ્લેશીંગ લાઇટો શરુ થઇ ગઇ! હવે પોલીસ અને શેરીફ વચ્ચેનો સંવાદ સાંભળો -

પોલીસ

સર! આગળની ગાડી 150 કી.મી. ની ઝડપે જઇ  રહી છે. પણ મારાથી રોકી શકાય તેમ નથી. તેમાં કોઇ વી.આઇ.પી. બેઠા છે.

શેરીફ

એવા કોણ વી.આઇ.પી. છે? મેયર?

પોલીસ

ના , એનાથી ય મોટા.

શેરીફ

ઇટાલીના પ્રેસીડેન્ટ?

પોલીસ

ના , એનાથી ય મોટા.

શેરીફ

પોપ ?

પોલીસ

ના , એનાથી ય મોટા.

શેરીફ

અલ્યા એવું મોટું તે કોણ છે?

પોલીસ

અરે! ગોડ પોતે છે. પોપ એમની ગાડી ચલાવી રહ્યા છે !!!!

Categories: ધાર્મિક