હાસ્ય દરબાર

થેંક્સ ટુ પાનપરાગ!- મહેન્દ્ર શાહ

June 30, 2007 · 4 Comments

      ઉનાળાની સીઝનની સાથે સાથે પીકનીકની સીઝન પણ શરુ થઈ જતી હોય છે. “ આ વર્ષે ‘સમાજ’ ની પીકનીક નોર્થપાર્કમાં છે” - તે સમાજના ન્યુઝ-લેટરમાં ડીરેક્શન સાથેની ફાઈન પ્રીન્ટીંગમાં છાપેલ જાહેરાતથી જાણ્યું. પીકનીકના દિવસે નોર્થપાર્ક તરફ ગાડી હંકારી.
 
વાર્તા હવે શરું થાય છે!

thanks_to_paan_paraag_2.jpg

          ” નોર્થપાર્કમાં લેઇક જોડેના શેલ્ટરમાં સમાજની પીકનીક છે”  એવું છાપેલ. હવે સાત આઠ માઈલના ઘેરાવાવાળા વાંકાચુકા લેઇક પર કમ સે કમ પચાસેક શેલ્ટર તો હશે જ! ‘સમાજ’નું શેલ્ટર શોધવામાં લેઇકના ત્રણચાર ચક્કર તો લગાવી દીધાં હશે.  પત્ની પેસેન્જર સીટ પર હોય ત્યારે આવા સંજોગોમાં ડ્રાઈવરની શી દશા થતી હોય છે; એ ચર્ચા કરવાનું અત્યારે હું મુનાસીબ નથી માનતો! જેવું કોઈ શેલ્ટર દેખાય કે એના પાર્કીંગ એરીયામાં ગાડી પુલ કરીને દુરથી નજર નાખી લઉં કે ક્યાંય સાડી કે પંજાબી આઉટફીટમાં કોઈ બહેન તો દેખાતાં નથી ને? અમેરીકામાં દેશીઓના ટોળાને લોકેટ કરવાનો આ એક જ ઉપાય છે!

            કમનસીબે આ કીમીયો પણ કામે ના લાગ્યો, અને બીજા પાર્કીંગ લોટ ભણી પ્રયાણ કર્યું. કમસે કમ એક કલાક શેલ્ટર શોધવામાં નીકળી ગયો હશે! હવે તો પીકનીકનો લંચ પણ મીસ થશે એવું લાગ્યું. ‘સમાજ’વાળા થોડી એની ક્રેડીટ આપવાના’તા? થોડેક આગળ બીજો પાર્કીંગ લોટ દેખાયો. પત્નીની જીદને માન આપીને ગાડી પુલઆઉટ કરી નથી કે, જોડેની ‘કેમ્રી’ કારમાં પાછળની સીટ પર પાનપરાગની ડબ્બી દેખાઈ!

“બીંગો!!!”

પછી તો શેલ્ટર શોધવામાં વાર લાગે ખરી?
થેંક્સ ટુ ….. પાનપરાગના બંધાણીઓને!

-   મહેન્દ્ર શાહ

Categories: કાર્ટૂન · હાસ્ય લેખ · હાસ્ય-કવીતા

4 responses so far ↓

Leave a Comment