હાસ્ય દરબાર

ઓફીસમાં દીવસની રચનાત્મક (!) શરુઆત શી રીતે કરશો?

June 21, 2007 · 5 Comments

સ્ટેપ -1

  • જેવા ઓફીસમાં જાઓ તેવા તરત જ કોમ્પ્યુટરમાં એક નવી ફાઇલ ખોલો.

સ્ટેપ -2

  • તે ફાઇલને ‘તમારા બોસ ‘ નામ આપો.

સ્ટેપ -3

  • હવે આ ફાઇલને કચરાપેટી ( રીસાયકલ બીન)  માં નાખો.

સ્ટેપ -4

  • કોમ્પ્યુટર પુછશે  ” તમારે ખરેખર ‘તમારા બોસ’ ને કચરાપેટીમાં નાખવા છે? “

સ્ટેપ -5

  • શાંતી, સ્વસ્થતા અને અત્યંત આનંદથી ’હા’  બટન ઉપર દ્રઢ મન રાખીને માઉસને ક્લીક કરો.

સ્ટેપ -6

  • માનસીક શાંતી અનુભવ્યાની કલ્પના કરો ! ( ચ્યમનું રહ્યું ? ! )

સ્ટેપ - 7

  • બીજા દીવસે સવારે સ્ટેપ -1 થી ફરી શરુ કરો ! ( ગો ટુ  સ્ટેપ -1 )

Categories: કોમ્પ્યુટર