હાસ્ય દરબાર

In an attempt to be Two

June 11, 2007 · 2 Comments

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

- રઇશ મણીયાર

Categories: ગુજરાતી

Is this true!

June 11, 2007 · 1 Comment

 જ્યારે કોઈ પુરુષ પોતાની પત્ની માટે ગાડીનો દરવાજો ખોલે ત્યારે સમજવાનું કે ગાડી નવી છે કાં તો પત્ની નવી છે.પ્રેમના ગણિતમાં એક વત્તા એક એટલે સર્વ અને બે ઓછા એક એટલે શૂન્ય.

Categories: ગુજરાતી

આજની જોક

June 11, 2007 · 3 Comments

પ્રેમીકા

તું વીવાહ વખતે મને રીંગ આપીશ

ગટુ

હા. ચોક્કસ. તું મને તારો મોબાઈલ નંબર લખાવ. હું ચોક્કસ રીંગ આપીશ.

Categories: આજની જોક