“ચા બગડી એની સવાર બગડી.
દાળ બગડી એનો દિવસ બગડ્યો,
સાસુ બગડી એની જિંદગી બગડી.”
આ ત્રણેયમાં ચકાચૌંધ કરી દે એવું સામ્ય છે, ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે! ઊકળવું એ જ એમનો સંદેશ. ઊકળે નહિ ત્યાં સુધી જામે ય નહિ. પરફોર્મન્સ જ ના આપે. ઊકળે તો જ પરસનાલીટીમાં નિખાર આવે. નિખાર એટલે કેવો? ચા ઊકળે તો લાલ થાય, દાળ ઊકળે તો પીળી થાય અને સાસુ ઊકળે તો … લાલ પીળી થાય ! ( આ ત્રણેયના કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી! ) એક સવાર બગાડે, બીજી દિવસ બગાડે, ત્રીજી જિંદગી બગાડે. ચાની ચૂસકી, દાળનો સબડકો અને સાસુનો ફડકો ! આ ત્રણનું કોમ્બીનેશન જુઓ ! ત્રણેય સ્ત્રી જાતિ, અને સુધારવું – બગાડવું એના હાથમાં.
જય માતાદી…. જય માતાદી…!
- ડો. નલિની ગણાત્રા
( ગુજરાત ટાઇમ્સ - ન્યુ યોર્ક માંથી સાભાર )
—————————–
એલચી
વાઘ જેવી પત્ની અને બકરી જેવા પતિને સાથે ચા પીતાં જોઇને ‘ વાઘ બકરી’ ચા નામ પડ્યુ ?