એક મહિલા : આ મારી ટ્રેન છે? ( ચંદીગઢના રેલ્વે સ્ટેશન પર )
સ્ટેશન માસ્ટર : ના રેલ્વેની માલિકીની છે!
મહિલા : હું તે લઇ શકું છું?
સ્ટે. મા. : ના , તે બહુ વજનદાર છે !
—————————————————-
ચંદુ : અલ્યા ! તેં એક પગમાં કાળા અને બીજામાં ધોળા મોજાં કેમ પહેર્યા છે ?
મંદુ : આવી બીજી જોડી ઘેર પણ પડી છે. તારે જોઇએ છે? !
—————————————————–
એક : મારી પત્ની તો દેવદૂત જેવી છે.
બીજો : તું નસીબદાર છે. મારી તો હજુ જીવે છે !
——————————————————–
છોકરી : પ્રિયે ! આપણા વિવાહ થાય તો તું મને રીંગ આપીશ?
છોકરો : અવશ્ય , તારો ફોન નમ્બર શું છે?
———————————————————
દારૂડીયાને કોર્ટમાં લાવવામાં આવ્યો . કોર્ટમાં થોડો ગણગણાટ હતો .
મેજીસ્ટ્રેટે હથોડી પછાડી કહ્યું ” ઓર્ડર ! ઓર્ડર ! “
દારૂડીયો : એક સ્કોચ અને સોડા !
0 responses so far ↓
There are no comments yet...Kick things off by filling out the form below.
Leave a Comment