Entries from December 2006
આજનું કાર્ટુન - 10
December 27, 2006 · 1 Comment
Categories: કાર્ટૂન
સરદારજી - ડીટેક્ટવની નોકરી
December 21, 2006 · 4 Comments
સરદારજી ડીટેક્ટવની નોકરીનો ઇ ન્ટરવ્યુ આપવા ગયા. બીજા બે જણા પણ ત્યાં આવ્યા હતા. એક ઇટાલીયન અને બીજો યહુદી .
સાહેબે ઇટાલીયનને પૂછ્યું “ જિસસને કોણે માર્રી નાંખ્યો? “
ઇટાલીયન – “ યહુદીઓએ .”
યહુદીને પણ આ જ સવાલ પૂછ્યો .
જવાબ – “ રોમનોએ.”
સરદારનો વારો આવ્યો.
સરદાર કહે – “ હું તપાસ કરીને બે દિવસમાં જવાબ આપું.”
સરદારજી ઘેર આવ્યા , ખુશખુશાલ.
બીબીને કહે- “ અજી ! મને નોકરી મળી ગઇ. અને કોઇ સવાલ પૂછ્યા વિના. જો ને ! મને એક ખૂન ના કેસની તપાસ પણ સોંપી દીધી! “
Categories: સરદારજી
આજનું કાર્ટુન -9
December 20, 2006 · 1 Comment
” અલ્યા! રાતના બાર વાગ્યા, આપણે ય આ કાર્ટૂન જોઇ કંટાળ્યા. પણ તારા ડેડ અને મોમ કેમ હજી ના આવ્યા? “
” શરત? કથા કે ભજન. “
Categories: કાર્ટૂન
સરદારજીને લોટરી લાગી
December 19, 2006 · No Comments
સરદારજીને 20 લાખની લોટરી લાગી. લોટરીની ઓફીસે ગયા અને 20 લાખ માંગ્યા.
ઓફીસર કહે ; ” 1 લાખ અત્યારે મળશે અને બાકીના દર અઠવાડીયે એક લાખ પ્રમાણે.”
સરદારજી કહે; “ આ તો બનાવવાની વાત છે. મને 20 લાખ આપી દો નહીં તો મારા પાંચ પાછા આપી દો! “
Categories: સરદારજી
સ્રરદાર
December 17, 2006 · No Comments
જસમીત કૌર હેરાન છે. આજે જ નવું ટીવી ઘરમાં આવ્યું છે અને સાંતા સિંહ ગાંડાની જેમ રૂમમાં કંઇક શોધી રહ્યો છે.
સાંતાને પૂછ્યું ;” અરે ! શું શોધો છો? “
સાંતા- “ આપણા રૂમમાં આ ટીવી વાળાઓ કેમેરા સંતાડી ગયા છે. “
જસમીત ; “ પણ તમને કોણે કહ્યું?”
સાંતા – “ જો ને આ ટીવી વાળી કહે છે કે તમે સ્ટાર ચેનલ જોઇ રહ્યા છો.”
જસમીત પણ સાંતાની જ બીબી ને?!
તે કહે – “ અરે , સ્રરદાર લાઇટ બંધ કરી દે ને? પછી એના કેમેરામાં કશું આવશે જ નહીં ! “
Categories: સરદારજી
ચા પુરાણ - ડો. નલિની ગણાત્રા
December 15, 2006 · 3 Comments
“ચા બગડી એની સવાર બગડી.
દાળ બગડી એનો દિવસ બગડ્યો,
સાસુ બગડી એની જિંદગી બગડી.”
આ ત્રણેયમાં ચકાચૌંધ કરી દે એવું સામ્ય છે, ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે! ઊકળવું એ જ એમનો સંદેશ. ઊકળે નહિ ત્યાં સુધી જામે ય નહિ. પરફોર્મન્સ જ ના આપે. ઊકળે તો જ પરસનાલીટીમાં નિખાર આવે. નિખાર એટલે કેવો? ચા ઊકળે તો લાલ થાય, દાળ ઊકળે તો પીળી થાય અને સાસુ ઊકળે તો … લાલ પીળી થાય ! ( આ ત્રણેયના કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી! ) એક સવાર બગાડે, બીજી દિવસ બગાડે, ત્રીજી જિંદગી બગાડે. ચાની ચૂસકી, દાળનો સબડકો અને સાસુનો ફડકો ! આ ત્રણનું કોમ્બીનેશન જુઓ ! ત્રણેય સ્ત્રી જાતિ, અને સુધારવું – બગાડવું એના હાથમાં.
જય માતાદી…. જય માતાદી…!
- ડો. નલિની ગણાત્રા
( ગુજરાત ટાઇમ્સ - ન્યુ યોર્ક માંથી સાભાર )
—————————–
એલચી
વાઘ જેવી પત્ની અને બકરી જેવા પતિને સાથે ચા પીતાં જોઇને ‘ વાઘ બકરી’ ચા નામ પડ્યુ ?
Categories: પ્રકીર્ણ
આજનું કાર્ટુન -8
December 13, 2006 · 1 Comment
Categories: કાર્ટૂન
પાંચ ટૂચકા
December 12, 2006 · No Comments
એક મહિલા : આ મારી ટ્રેન છે? ( ચંદીગઢના રેલ્વે સ્ટેશન પર )
સ્ટેશન માસ્ટર : ના રેલ્વેની માલિકીની છે!
મહિલા : હું તે લઇ શકું છું?
સ્ટે. મા. : ના , તે બહુ વજનદાર છે !
—————————————————-
ચંદુ : અલ્યા ! તેં એક પગમાં કાળા અને બીજામાં ધોળા મોજાં કેમ પહેર્યા છે ?
મંદુ : આવી બીજી જોડી ઘેર પણ પડી છે. તારે જોઇએ છે? !
—————————————————–
એક : મારી પત્ની તો દેવદૂત જેવી છે.
બીજો : તું નસીબદાર છે. મારી તો હજુ જીવે છે !
——————————————————–
છોકરી : પ્રિયે ! આપણા વિવાહ થાય તો તું મને રીંગ આપીશ?
છોકરો : અવશ્ય , તારો ફોન નમ્બર શું છે?
———————————————————
દારૂડીયાને કોર્ટમાં લાવવામાં આવ્યો . કોર્ટમાં થોડો ગણગણાટ હતો .
મેજીસ્ટ્રેટે હથોડી પછાડી કહ્યું ” ઓર્ડર ! ઓર્ડર ! “
દારૂડીયો : એક સ્કોચ અને સોડા !
Categories: પ્રકીર્ણ
સરનામું બદલો
December 8, 2006 · No Comments
એક ઘરાકે બે ન્કમાં આવીને કારકુનને પૂછ્યું - ” સરનામું બદલવા શું કરવાનું? “
ક્લાર્ક - ” ઘર બદલી નાખો. “
Categories: Uncategorized
GOOD QUALITY CORN
December 8, 2006 · No Comments
Good Quality Corn
There was a farmer who grew superior quality and award-winning corn. Each year he entered his corn in the state fair where it won honor and prizes.One year a newspaper reporter interviewed him and learnt something interesting about how he grew it.The reporter discovered that the farmer shared his seed corn with his neighbors.
“How can you afford to share your best seed corn with your neighbors when they are entering corn in competition with yours each year?” the reporter asked.
“Why sir,” said the farmer, “didn’t you know? The wind picks up pollen from the ripening corn and swirls it from field to field. If my neighbors grow inferior, sub-standard and poor quality corn, cross-pollination will steadily degrade the quality of my corn. If I am to grow good corn, I must help my neighbors grow good corn.” The farmer gave a superb insight into the connectedness of life. His corn cannot improve unless his neighbor’s corn also improves.
So it is in the other dimensions! Those who choose to be at harmony must help their neighbors and colleagues to be at peace. Those who choose to live well must help others to live well. The value of a life is measured by the lives it touches. ” Success does not happen in isolation. It is very often a participative and collective process. So share the good quality corn.… “
Categories: Uncategorized