હાસ્ય દરબાર

સરદાર વિશે કોયડા

November 19, 2006 · No Comments

સરદાર અને કોયડા? સરદાર પોતે જ કોયડા જેવા હોય છે !

જોક બાજુએ મૂકી (!) આજે આપણે ગંભીર (!) રીતે નીચેના કોયડા ઊકેલવાના છે -

  1. સ્નો મેનના આકારમાં સરદારજી બનાવતાં કેમ  વાર થાય છે?
  2. સરદારજી આઇસ ક્યુબ કેમ બનાવી ન શક્યા?
  3. દસ સરદારો એક્બીજાના કાન અડે તે રીતે ઊભા હોય તો તેને શું કહેવાય?
  4. સરદારે પક્ષીને કઇ રીતે મારી નાખવા પ્રયત્ન કર્યો?
  5. સરદારજી બન્ને કાને હાથ સખત દબાવીને બેઠા હતા. કેમ?

તમારા જવાબો નીચે આપો. જે કોઇ સરદારજીથી પણ વધારે સરદાર હશે તેમના લાભાર્થે આવતી કાલે સાચા જવાબો આપવામાં આવશે !!

Categories: સરદારજી