હાસ્ય દરબાર

પાદરી સ્વર્ગમાં – એક પ્રશ્ન

October 10, 2006 · 1 Comment

        એક પાદરી મૃત્યુ બાદ સ્વર્ગમાં ગયો. સેન્ટ પીટરે તેને એક નાની ખોલી રહેવા કાઢી આપી. સાંજે પાદરી ભાઇ ઇવનીંગ વોક માટે નીકળ્યા.
         તેના લાંબા રસ્તાના છેડે મોટા મકાનો આવવા માંડ્યા. આગળ જતાં એક મોટા મહેલ જેવું મકાન દેખાયું. તેમાં ઓલીમ્પીક સાઇઝનો સ્વીમીંગ પૂલ, લાંબો ડ્રાઇવ-વે અને ઘણા બધા ફૂલોથી મહેંકતો બગીચો દેખાયો.
        પાદરી ભાઇને થયું કે ચોક્કસ અહીં કો’ક પોપ રહેતા હોવા જોઇએ. તેણે તપાસ કરી તો ખબર પડી કે પૃથ્વી પર તેનીજ શેરીમાં જ રહેતા એક ટેક્ષી ડ્રાઇવરને આ મકાન આપવામાં આવ્યું હતું.
         પાદરી ભાઇ તો સમસમી ગયા. ‘ મેં આખી જિંદગી ચર્ચનું કામ કર્યું ત્યારે મને આ   કોટડી અને આ બે ટકાના જણને મોટો મહેલ? અહીં પણ અન્યાય ? ‘
         સવાર પડતાંજ તે તો ગુસ્સાથી ધસમસતો સેન્ટ પીટર પાસે પહોંચી ગયો અને ન્યાય માટે ફરિયાદ કરી.
        સેન્ટ પીટરે શું જવાબ આપ્યો હશે ? કલ્પના કરો અને તમારો જવાબ કોમેન્ટમાં લખો. સાચો જવાબ જોવા ફરીથી ક્યારેક …….. ! !
 

  

  

Categories: ધાર્મિક

1 response so far ↓

Leave a Comment