હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્ય દરબારનું મુદ્રા ચિત્ર

laughing

ભાનુમતીના જોક

       Bhanumati     સૌને ખબર તો હશે જ કે, સ્વ. ભાનુમતી આપણા ૯૪ વર્ષના લાડીલા વડીલ શ્રી. હિમ્મતલાલ જોશી (‘આતા’) નાં ધર્મપત્ની હતાં. આતાએ અમને મિત્રોને એક વખત કહેલું કે, ચાર ચોપડી પણ નહીં ભણેલાં એવણ સ્વભાવે બહુ આનંદી હતાં; અને તક મળે જોક પણ કહી દેતા. મેં આતાને કહ્યું કે, એકાદ જોક અમને પણ યાદ કરીને કહો તો?

      આ વિનંતીને માન આપીને તેમણે નીચેનો જોક મોકલી આપ્યો છે -

       એક ભાઈ પણ બહુ જોક કહે પણ એની વાઈફનું નામ ન દે. એક બોલકા બેને તે ભાઈને કીધું  આ હિંમત કાકા  ભાનુબેનના બહુ જોક કહે છે  .પણ તમે તમારી વાઈફના જોક કદી કેતા નથી   .પછી અમને એમ લાગે કે તમે તમારી વાઈફથી  ગભરાતા હશો  .
તે ભાઈ કહે, “ના! ના! એવું નથી. મારી વાઈફ પણ ભાનુબેનની જેમ સાંભળી લ્યે. પણ કશું મારી સામે બોલે નહિ.  આવતી વખતે હું એના જોક કહીશ.”

     ઘરે ગયા પછી એની વાઈફને કરગરીને કીધું કે, “આ ગુરુવારે સેન્ટરમાં  મને તારા જોક કહેવા દેજે.  તારા ધણીની કોઈ વાહ વાહ કહે એ તુને નથી ગમતું.? “

     બહુ હાથે પગે લાગીને સમજાવી  ત્યારે એ માની પણ શરત મુકી કે,  “ફક્ત એક જોક કહેજે.”

     ધણી કહે, “સાવ એક જોક કહેવો યોગ્ય ન કહેવાય.”

     પછી એની વહુ કહે, “તો બે જોક કહેજે.  પણ આથી  વધુ અર્ધો જોક પણ કહેતો નહિ .”

     ભાઈ કબુલ થયા  ગુરુવારે  એ જોક કહેવા બેઠા  અને તાનમાં   ને તાનમાં  બે જોક વાળું વચન યાદ નો રહ્યું; અને ત્રીજો જોક કહેવાઈ ગયો. એમના વાઈફ  ઉભા   થઇ  ગયા  અને  મંચ ઉપર જઈને  ભાઈ નો કાંઠલો  પકડ્યો અને બરાડીને બોલ્યાં,” મેર મુઆ !તને  બે જોક કહેવાનું કીધું હતું ને આ ત્રીજો કહેવા બેઠો ? ઘરે આવ્ય પછી તારી વાત છે.” આ ભાઈ ગયા એ ગયા પાછા સેન્ટરમાં આવ્યા નથી   .
મેં ભાનુમતીને  મારા જોક કહેવાનું કહ્યું . એ હવે તમે સાંભળો  .
ભાનુબેન કહે, “એક વખત આ તમારા કાકા  મને ચિત્રનું  પ્રદર્શન જોવા તેડી ગયા .  પ્રદર્શનના દરવાજામાં પ્રવેશ કર્યો, અને બોલ્યા  ” અહી નક્કામાં પૈસા બગડ્યા. આ જો તો ખરી  કેવું ગન્ધારું  અગ્લી ચિત્તર છે ?”

     હું ગઈ અને કીધું, ” એ ચિત્ર નથી. એ અરીસો છે અને એમાં તમારું મોઢું દેખાય છે!”

બોલો શ્રી, ભાનુમતિ માતકી જય !!

    આનો બીજો ભાગ વાંચવા તમારે તેમના બ્લોગની મુલાકાત લેવી પડશે – અહીં.

કાકાએ પકડી કાનપટ્ટી!

આપણામાંના કેટલા કાકાઓ આ કાકા જેવા વાંકા છે?

છેલ્લે સુધી માણવા વિનંતી!9

સુરત એરપોર્ટ

સુરત એરપોર્ટ પર Spice જેટ નુ વિમાન એક ભેંસ સાથે અથડાણુ. આ ઘટના પછી કદાચ નીચે મુજબ સમાચાર વાંચવા મળે.

- ભરવાડો એ એરપોર્ટ ની કેન્ટીન મા દુધ આપવાની ના પાડી.

- Spice જેટ વાળા હવે ભરવાડો ને ટીકિટ નહી આપે.

-ભેંસ ભટકાણી એટલે વાંધો નથી પરંતુ જો ગાય ભટકાણી હોત તો સુરતમાં હડતાળ પડત. કદાચ હુલ્લડ પણ થાત.

- એવી વાતો વહેતી થઈ છે કે પાયલોટો ને “એ ..હો” “ડચર ડચર” વિગેરે ડચકારા બોલાવતા શીખવવુ જરૂરી છે.

- આ લોકો વિમાન મા હોર્ન કેમ નથી રાખતા હોય?

 

Thank you – Satish Vyas)

અમારી સવાર

 It never ends….

        અને એનો આ પડઘો !!

        હવે જે ‘શેર’ને  આવા સ્વાનુભવો ‘શેર’ કરવા હોય; તેમને કરવા આમંત્રણ છે – ‘શેર’ લખવા પણ છૂટ છે. પણ ‘શેર’ બજારની કોઈ વાત નૈ હોં !!!

સવારે બ્રશ કરી ચા નાસ્તાની રાહ જોતો છાપુ લઈને વાંચવા બેઠો કે શ્રિમતી નો રસોડામાંથી અવાજ આવ્યો.
શ્રિમતીઃ કહું છું સવારે નાસ્તામાં શું લેશો?
શ્રિમાનઃ બસ થોડા વઘારેલા મમરા પડ્યા છે તે લઈ લઈશ.
શ્રિમતીઃ હવે મમરાતો ત્રણ દિવસથી ખાઓ જ છો. ગરમ નાસ્તામાં શું લેશો?
શ્રિમાનઃ તારે જે બનાવવું હોય તે બનાવ.
શ્રિમતીઃ અરે, આજે તો શરદ પૂનમ છે. તમે કહો તે બનાવી દઊં.
(મને થયું આજે તો વિશેષ દિવસ છે અને શ્રિમતીનો પ્રેમ ઉભરાયો છે તો મનભાવન ફરમાઈશ કરી દઊં)
શ્રિમાનઃ સારું તો ગરમ ગરમ ભજીયા બનાવી દે.
શ્રિમતીઃ પણ બટાકા તો બે જ પડ્યા છે.
શ્રિમાનઃ તો ડુંગળીનાને મરચાના બનાવ.
શ્રિમતીઃ તમને ખબર તો છે કે મને મરચાંથી એસિડીટી થઈ જાય છે.
શ્રિમાનઃ સારું તો, ઢોકળા બનાવી દે.
શ્રિમતીઃ તમેય શું? ઢોકળાનુ છ કલાક પહેલા પલાળવું પડે.
શ્રિમાનઃ તો ખીચુ બનાવ. તે તરત બની જશે.
શ્રિમતીઃ જો ખીચુ દિકરાઓ કોઇ ખાવાના નથી. તમને એકલાને જ ભાવે છે.
શ્રિમાનઃ તો પછી તારે જે બનાવવું હોય તે બનાવ.
શ્રિમતીઃ બટાકા પૌઆ બનાવી દઊંં. બધાને ભાવશે.
શ્રિમાનઃ સારું બટાકા પૌઆ બનાવ.
શ્રિમતીઃ તમે આ છાપુ લઈને સવારે સવારે બેસી ગયા. તો એને બાજુ પર મુકો અને લ્યો આ બટાકા, ડુંગળી, મરચા, કોઠમીર સમારી આપો એટલે ઝટ પાર આવે.
શ્રિમાનઃ સારું લાવ સમારી આપું.
(હું સમારવા બેઠો અને શ્રિમતીએ જઈને પૌઆ પલાળી દીધા. ત્યાં તો થોડીવારમાં મારી સાસુમાનો ફોન આવ્યો. મા-દીકરી ફોન પર જામી પડ્યા.)
સાસુમાઃ બધા મજામાં ને? શું કરે છે?
શ્રિમતીઃ આ તમારા જમાઈને આજે બટાકા પૌઆ ખાવાનુ મન થયું તે સવારના નાસ્તામાં બનાવતી હતી.
સાસુમાઃ શું કરે છે જમાઈ રાજા?
શ્રિમતીઃ બસ આ જો છાપુ વાંચતા હતા. બે બટાકા પડ્યાતા તે સમારવા આપ્યા છે તે સમારે છે.
(મા-દિકરીની વાતો અડધો કલાકે પણ પૂરી ન થઈ. અને છેવટે વાત કરતા કરતા શ્રિમતીનો હુકમ આવ્યો.)
શ્રિમતીઃ કહુ છું સમારવાનુ પતી ગયું?
શ્રિમાનઃ હા, બધું અલગ અલગ સમારીને ગોઠવી રાખ્યું છે.
શ્રિમતીઃ તો, એક કામ કરોને. મેં પૌઆ ચાળણીમાં પલાળી રાખ્યા છે. ખાલી વઘારવાના જ છે. ચાર ચમચા તેલ મુકી રાઈ, જીરુ, હળદર,મીઠું અને ચપટી હિંગ નાખી, બાકી બધુ સમાર્યુ છે તે નાખી દેજો.
શ્રિમાનઃ સારું, (કહી રસોડામાં જઈ. બટાકા પૌઆ વઘારી નાખ્યા કે ઘડિક વારે શ્રિમતીનો ફોન પત્યો એટલે આવીને કહે)
શ્રિમતીઃ સોરી, હોં… મમ્મીનો બહુ વખતે ફોન આવ્યો એટલે વાતોએ ચઢી ગયા હતા. ચાલો ચા પણ તૈયાર છે. ગરમ ગરમ બટાકા પૌઆ અને ચા… મજા આવશે.
આમ સવારે આજે ગરમ નાસ્તાથી અમારી સવારની શરુઆત થઈ.

 

It never ends

સાભારશ્રી. કમલેશ દવે, ટોરોન્ટો( આ લખનારના જૂના સહકાર્યકર ) 

આ કાર્ટૂન અંગ્રેઝીમાં જ માણી શકાય એવું છે. આતા માફ કરે!

જો  કે, એનો  મત્લા યુનિવર્સલ છે !!!

never_ends

 

 જો કોઈ વાચક મિત્રને મન થાય ; અને આ સંવાદનો  (રોજની ભાષામાં)  ભાવાનુવાદ કરી આપે તો, અહીં પ્રકાશિત કરવાનું ગમશે

– વધારે પોતીકું લાગશે !!

Follow

Get every new post delivered to your Inbox.

Join 1,434 other followers